Western Times News

Gujarati News

રાંઝણ-સાયટીકા થવાનાં કારણો અને તેનો સચોટ ઉપાય

‘સાયટીકા’ શબ્દ આજ-કાલ ખૂબ કોમન બની ગયો છે ઘણી બધી સ્ત્રીઓમાં આ રોગ જોવા મળતો હોય છે. પરંતુ સ્ત્રીઓમાં અને તેમાં પણ ૩પ-૪૦ વર્ષની ઉમર પછી આ રોગ વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે.

સાયટીકા સામાન્ય ભાષામાં “રાંઝણ” અને આયુર્વેદમાં “ગૃધુસી” તરીકે આ રોગને ઓળખવામાં આવે છે. વાયુદોષથી ઉત્પન્ન થતો આ નાડીરોગ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે જેનો દુઃખાવો પણ ઘણો તીવ્ર હોય છે. Causes of sciatica and its exact remedy

આધુનિક મતાનુસાર કરોડરજ્જુના અંતિમ ભાગમાં આવેલા પાંચ મણકાઓમાંથી આ સાયટીકા નળી નીકળતી હોય છે. મણકામાં દબાણ પડતાં આ નાડી ખેંચાય છે. અને દુઃખાવો શરૂ થઈ જાય છે. કમરથી શરૂ કરીને કોઈ પણ એક કે બંને પગની એડી સુધી જતી એક નસ જકડાઈ જવાથી વ્યક્તિ પગ સારી રીતે માંડી કે ઉપાડી શકતો નથી. તેને ઉઠતાં, ચાલતા બેસતાં ભારે પીડા થાય છે. આથી વ્યક્તિ લંગડાય છે અને ચાલતાં ભારે મુશ્કેલી અનુભવે છે. સાયટીકા નાડી નિતંબથી શરૂ કરી પગના પંજા સુધી અનેક શાખા- પ્રશાખાઓમાં વહેંચાતી જાય છે.

રાંઝણ-સાયટીકા થવાનાં કારણો ઃ
(૧) વાયુની દુષ્ટિ કરે તેવા આહાર- વિહારનો ઉપયોગ, ખોરાકમાં લૂખી, સૂકી વસ્તુ કે કઠોળનું વધુ પડતું સેવન, કબજીયાત, વધુ પડતાં ઉપવાસ કે એકટાણાં કરવા, વધારે પ્રમાણમાં ચાલવું, વધુ પડતી ચિંતા, શોક હોય જેવા માનસિક કારણોના સહયોગથી ગૃધુસી- રાંઝણ રોગ પેદા થાય છે.
રાંઝણ-સાયટીકા બે પ્રકારની થાય છે. (૧) શુધ્ધ વાયુજન્ય (ર) વાત કફ કે આમદોષજન્ય.

રાંઝણનાં લક્ષણો ઃ
આ રોગમાં દર્દી ગીધની જેમ ટુકડે-ટુકડે થોડું ચાલે છે. પગની આ નાડીમાં સંકોચ-ખેંચાણ થઈ જાય છે. તેથી તેની કુદરતી સંકોચ-વિકાસની શક્તિ ઘટી જાય છે તે નાડી સાથે માંસપેશીઓ તથા કંડરામાં તીવ્ર પીડા તથા ઝણઝપાટી થવા લાગે છે. ક્યારેક આ દુઃખાવો એટલો બધો વધી જાય છે કે દર્દી ઉંઘી પણ શકતો નથી અને દુઃખાવાના લીધે કયારેક તાવ પણ આવી જાય છે. એક પગમાં થયેલી રાંઝણની મૂળગામી સારવાર સમયસર ન કરવામાં આવે તો આ દર્દ બંને પગમાં થઈ શકે છે. આ દર્દ ખાસ રાત્રીના સમયે હલન-ચલન કરતી વખતે તથા વરસાદ અને ઠંડીના સમયે રોગ ખાસ વધી જાય છે. તે સિવાય વધુ પડતી ઠંડી કે હીમ પડે, દર્દી વરસાદમાં પલળે કે પાણીમાં તરે ત્યારે પણ દર્દ વધી જાય છે જયારે રાંઝણનો રોગ ખૂબ વધી જાય ત્યારે છેલ્લી સ્થિતિમાં દર્દીને પગમાં શૂન્યતા, સ્પર્શજ્ઞાનનો અભાવ, જડતા, ઝણઝપાટી, પગ ખોટી પડી જવો અને પગની માંસપેશી સૂકાઈ જવી એવા લક્ષણો થાય છે.

રાંઝણ રોગની મૂળગામી સમયસર સારવાર ના કરવામાં આવે તો તેમાંથી તીવ્ર પીડા સાથે તાવ, મંદાÂગ્ન, અરુચી, છાતીમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, બેચેની અને ચાલી શકવામાં અસમર્થતા આવી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે.

સાયટીકાની સારવાર
સાયટીકામં જો વાયુદોષ પ્રબળ હોય તો દર્દીને સ્નેહ વિરેચન તથા વમન- ઉલટી કરાવવી જોઈએ. આમદોષ કે કફદોષ હોય ત્યારે વમન કરાવવું જોઈએ. ઉધ્વાગની શુÂધ્ધ ન થાય ત્યાં સુધી વાત રોગમાં શ્રેષ્ઠ ગણાતી બસ્તીની અસર નથી થતી. દર્દી આમદોષ રહીત પ્રદીપ્ત જઠાÂગ્ન વાળો હોય ત્યારે તેને તેલની બÂસ્ત આપવી જોઈએ. અભ્યાંતર અને બાહ્ય ઔષધોથી ઉપચાર કરવા જોઈએ.
અભ્યાંતર ઔષધોમાં દશમૂળ કવાથ, મહારાસ્નાદિ કવાથ, રાસ્નાપંચક વગેરેમાંથી કોઈ એકનું વૈદ્યકીય સલાહ લઈને સેવન કરવાથી ફાયદો થાય છે.

– મહાયોગરાજ ગુગળની ર-ર ગોળી ભૂકો કરી પાણી સાથે લેવી.
– સાયટીકામાં ત્રયોદશાંગ ગુગળ, રાસ્નાદી ગુગળ, એકાંગવીર રસ, બૃહત વાતચિંતામણી રસ, વગેરેનું નિષ્ણાંત વૈદ્યની સલહ લઈને સેવન કરવું.
સાયટીકા માટે પંચગુણ તેલ, નિર્ગુડી તેલ, મહાનારાયણ તેલ, વિષગર્ભ તેલ, પ્રસારણી તેલ, બલાતેલ વગેરેમાંથી કોઈ પણ એકનું મસાજ કરવું જોઈએ.

સાયટીકા માટે પથ્યા-પથ્યઃ
સાયટીકાના દર્દમાં દર્દીએ મધુર, ખારા તથા ગરમ, Âસ્નગ્ધ અને ભારે પદાર્થો, ઘઉં, ચોખા, દૂધ, ઘી, સરસીયું, તેલનું તેલ, દિવેલ, પરવળ, તાંદળજાની ભાજી, ભાત, મેથીની ભાજી, મધ, હિંગ, રાઈ, અજમો, સરગવો, રીંગણા, દાડમ, સૂંઠવાળું ગરમ પાણી ફાયદાકારક છે. આ ઉપરાંત (૧) નરમ પોચી પથારીમાં આરામ કરવો. (ર) દુઃખતા પગનું હલન-ચલન ન કરવું. (૩) દુઃખતા પગે ગરમ પાણીનો શેક કરવો. (૪) નગોડના પાનને ગરમ કરીને દુઃખાવા ઉપર લગાવવા. (પ) ઠંડીમાં ગરમ કામળો ઓઢી રાખવો. શેક તથા તાપ લેવા. સૂર્યકિરણો પગ ઉપર પડવા દેવા. આ બધું સાયટીકામાં ફાયદાકારક છે.

અપથ્ય ઃ બધાં જ કઠોળ,
મમરા, વાયડી વસ્તુ, સૂકા શાક, મગ, મઠ, ઠંડી, વાસી વસ્તુ, ફ્રીજનું પાણી, બરફ, ઠંડા પીણાં, ઠંડા પવનમાં ફરવું, પગ ખુલ્લો રાખવો, ઉપવાસ, એકટાણા, વધુ પડતી ચિંતા, શોક વગેરે સાયટીકાના દર્દીને નુકશાનકારક છે. સાયટીકાના દર્દીએ રોગની શરૂઆતમાં જ નિષ્ણાંતની સલાહ લઈ સારવાર શરૂ કરવી જોઈએ, જેથી રોગ ઝડપથી કાબૂમાં આવી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.