Western Times News

Gujarati News

નડિયાદમાંથી રીક્ષા ચોરી નાસી જનાર ઇસમને રીક્ષા સાથે પકડી પાડતી પોલીસ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી બનતા ગુના અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે આધારે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ભરવાડ નાઓએ પો.સબ.ઇન્સ ના એન.જે.પંચાલ નાઓને

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ. પાર્ટ ગુ.ર.નં૧૧૨૦૪૦૪૬૨૪૦૪૪૦/ ૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના આરોપીને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપતા કમાન્ડ કંટ્રોલ રૂમ (નેત્રમ) ની મદદથી સી.સી.ટી.વી ફુટેજ લઇ અ.હેડકો શ્રવણકુમાર, દશરથભાઈ, નિકુંજકુમાર, સચીનકુમાર, કિંજનકુમાર પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.પો.કો. દશરથભાઈ,

નિકુંજકુમાર, સચિનકુમાર નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ છે કે, “સંતરામ આંખની હોસ્પીટલ બહારથી રીક્ષા ચોરી કરી નાસી જનાર ઇસમ તે જ રીક્ષા લઈ નડિયાદ ગણપતિ ચોકડીથી મરીડા ચોકડી તરફ આવનાર છે. જે બાતમી આધારે સદર ઇસમને મરીડા ચોકડી પાસેથી રીક્ષા સાથે પકડી લેવામાં આવેલ.

સદર ઇસમની યુકતિ પ્રયુકતિથી પછપરછ કરતા આજથી બારેક દિવસ અગાઉ સંતરામ આંખની હોસ્પીટલ આગળથી ચોરી કરેલાની કબુલાત કરેલ જે બાબતે ઉપરોકત નંબરથી ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ઇસમને પકડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.