Western Times News

Gujarati News

જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશોએ અવરજવરના માર્ગ અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ માટે ઘણા સમયથી સમસ્યા છે.જે અંગે પ્રાંત અધિકારી,મામલતદાર તથા લોક દરબાર, સ્વાગત ફરિયાદ નિવારણ સહિત સંબંધિત તમામ કચેરી ખાતે જાણ કરવામાં આવેલ છે.

પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા અને મંજૂર થયેલ રોડનું કામ શરૂ કરાતા જમીન માલિકના વારસદારોએ કામ બંધ કરાવતા સોસાયટીના રહીશોએ મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપી સોસાયટીના રસ્તાનો કાયમી નિકાલ લાવવા જણાવ્યું છે.

વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો રહીશો પ્રાંત કચેરી ખાતે ગાંધીચિંધ્યામાર્ગે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જંબુસર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ પાતાળ ગંગા સોસાયટી જેમાં ૮૯ મકાનોનું બાંધકામ થયેલ છે અને તમામ પરિવારો વસવાટ કરે છે.જેઓને અવરજવર માટેના માર્ગ અંગે ઘણા સમયથી યક્ષ પ્રશ્ન હતો.

આ અંગે વારંવાર જે તે અધિકારીઓને લેખિત, મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.જે અંગે જંબુસર નગરપાલિકા દ્વારા રસ્તા બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.સોસાયટીની ઉત્તર દિશામાં આવેલ જમીન માલિક દ્વારા વર્ષ ૨૦૧૦ માં કાયમી રસ્તાના વપરાશ અંગે બિન અવેજી કરાર માલિકો દ્વારા કરવામાં આવેલ તેમ છતાય જમીન માલિકના વારસદારો દ્વારા રૂબરૂ સ્થળ ઉપર આવી રોડનું કામ બંધ કરાવેલ

સદર બનાવવાની જાણ સોસાયટી રહીશોને થાતા પ્રમુખ,ઉપપ્રમુખને જાણકરાતા તેઓએ જમીનના માલિક ઘનશ્યામભાઈ પટેલને રૂબરૂ વાત કરતા રસ્તા ની વિગત કે માહિતી નહીં આપતા આજરોજ પ્રમુખ દુષ્યંતસિંહ યાદવ, ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલની આગેવાનીમાં મામલતદાર વીબી પરમારને આવેદનપત્ર આપી દિન ત્રણમાં યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે.

પાતાળ ગંગા સોસાયટીના રહીશોને કાયમી અવરજવરના રસ્તા અંગે યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ થશે તો સોસાયટીના તમામ રહીશો દ્વારા પ્રાંત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઘરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.મામલતદારને આવેદનપત્ર આપવા મહામંત્રી હર્ષદસિંહ યાદવ,સમસ્ત સોસાયટી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.