Western Times News

Gujarati News

‘૯ ડે ટુ ગૉ કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર’ અમદાવાદ ખાતે યોજાઈ

“સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં યોજાઈ

આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે નિકોલઅમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ૯ ડે ટુ ગૉ કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૪ ની પૂર્વ તૈયારી અંતર્ગત ૧૦૦ દિવસના કાઉન્ટ ડાઉનના ઉપલક્ષ્યમાં “સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે કરવામાં આવ્યું હતું.

શિબિરના ઉદ્રાટન પ્રસંગે ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીએ જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તૈયારી માટે આ પ્રકારની પ્રશિક્ષણ શિબિરોનું મહત્વ છે. સ્વયં અને સમાજ માટે યોગ‘ થીમ આપણા જીવનમાં યોગના પ્રભાવને સમજાવવાનો પ્રયાસ છે. વધુમાં તેમણે ઉમેર્યું કેયોગ દ્વારા આપણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ સારું કરીને સમાજને સકારાત્મક દિશામાં લઈ જઈ શકીએ છીએ.

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્યસુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી  દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા     ગુજરાત રાજય યોગ બોર્ડ ” ની રચના કરવામાં આવી છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધેનાગરિકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને નાગરિકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડીયાશ્રી સુમનબેન છેલાની અને અંદાજે ૨૦૦૦ થી વધુ યોગ કોચયોગ ટ્રેનર અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.