Western Times News

Gujarati News

લોકો શેડ વટવાને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા પુરસ્કૃત કરાયું

ઓલ ઈન્ડિયા રેલવે સ્તર પર આયોજીત લોકો કેબ અપગ્રેડેશન કોમ્પીટીશનમાં રેલવે બોર્ડ દ્વારા અમદાવાદ ડીવીઝનના લોકો શેડ વટવાને વિજેતા જાહેર કર્યા બાદ જનરલ મેનેજર પશ્ચિમ રેલવે શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા લોકો શેડ વટવાને પુરસ્કૃત કરવામાં આવ્યો.

પશ્ચિમ રેલ્વે અમદાવાદ રેલવે મંડળના વટવા લોકો શેડ દ્વારા માર્ચ-2023માં 3-તબક્કાના ઈલેક્ટ્રીક એન્જીનોની જાળવણી શરૂ કરવામાં આવી હતી અને તે નિરંતર ચાલુ છે. વટવા શેડના રેલવે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે કે તાજેતરમાં પટિયાલા લોકમોટીવ વર્કસ (પીએલડબ્લ્યુ) ખાતે ઓલ ઈન્ડિયા રેલ્વે કક્ષાએ આયોજિત લોકો કેબ અપગ્રેડેશન સ્પર્ધામાં રેલ્વે બોર્ડ દ્વારા લોકો શેડ વટવાને ઈલેક્ટ્રીક લોકો શેડ લાલગુડા સાથે સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, વટવા શ્રી એસ.પી. ગુપ્તાએ માહિતી આપી હતી કે લોકો કેબ ક્રૂ-ફ્રેન્ડલી બનાવવાના ઉદ્દેશ્ય સાથે લોકો કેબ અપગ્રેડેશન સ્પર્ધા હેઠળ લોકો શેડ વટવા દ્વારા લોકો નંબર 33688 WAG9HCને અપગ્રેડ કરવામાં આવ્યો છે.

આ ક્રમમાં વટવા શેડ દ્વારા લોકો કેબના સાઉન્ડ લેવલમાં ઘટાડો, લોકો આકર્ષક ઈન્ટીરીયર, લોકોમાં લુકઆઉટ ગ્લાસની ડી-ફોગીંગ સિસ્ટમનું અપગ્રેડેશન, લાઈનમાં લોકો ટ્રબલ શુટીંગ માટે ટેબની જોગવાઈ જેવી ઘણી મહત્વની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.ક્રૂ માટે શૌચાલય, સામાન સંગ્રહ, ફ્રીજ, પાણી વગેરે  જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર, ની સાથે એડિશનલ જનરલ મેનેજર, શ્રી પ્રકાશ બુટાની, પ્રિન્સિપાલ ચીફ ઈલેક્ટ્રીક એન્જિનિયર શ્રી રંજન શ્રીવાસ્તવ, ચીફ ઈલેક્ટ્રીક લોકો એન્જિનિયર શ્રી વિવેક દીક્ષિત પણ હાજર હતા.

જનરલ મેનેજરે પોતાના સંબોધનમાં ખુશી વ્યક્ત કરતા વટવા શેડના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને આ ગૌરવશાળી સિદ્ધિ બદલ બિરદાવ્યા હતા. તેમણે વટવા શેડના તમામ કર્મચારીઓને તેમની સંપૂર્ણ મહેનત, સમર્પણ અને ક્ષમતા સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.