Western Times News

Gujarati News

કુલ 909 હોસ્પિટલોમાં ચેકિંગ બાદ 39ને સીલ કરાઈ: 10 પાસે BU પરમિશન ન હતી

પ્રતિકાત્મક

અમદાવાદમાં ફાયર NOC વગર ચાલતી હોસ્પિટલ પર કાર્યવાહી

અમદાવાદ, રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિÂલ્ડંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિÂલ્ડંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. ૨૯ મે થી ૧૦ જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ ૧૫૦૨ ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૯૫ને નોટિસ અપાઈ હતી. ૧૬૫ પાસે ફાયર એનઓસી જ્યારે ૩૦ પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.

કુલ ૯૦૯ હોસ્પિટલોમાં ચેકિંગ બાદ ૩૯ને સીલ કરાઈ હતી અને ૧૦ પાસે બીયુ પરમિશન જ નહોતું. ૫૩માંથી ૬ શોપિંગ મોલ, ૨૮ માંથી ૬ મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.