Western Times News

Gujarati News

મિત્રો બનાવતાં પહેલાં ચેતી જજો, આવું પણ થઈ શકે છે

પ્રતિકાત્મક

દારૂના ધંધાની બાતમી આપી હોવાની શંકાએ યુવકને મિત્રોએ જ મોતને ઘાટ ઉતાર્યો-હોસ્પિટલમાં દાખલ યુવકને મિત્રોએ જ પતાવી દીધો

(એજન્સી)જામનગર,જામનગરમાં ફરીવાર હત્યાને અંજામ આપતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દારૂના ધંધાની બાતમી આપી હોવાની શંકાએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને મિત્રોએ જ પતાવી દીધો હતો. હાલ પોલીસે આ મામલે તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં ગુનેગારો માટે મોકળું મેદાન હોય તેમ હત્યાની લાલબત્તી સમાન ઘટનાઓ વધી રહી છે. છેલ્લા એક સપ્તાહની અંદર હત્યાની ત્રણ-ત્રણ ઘટના સામે આવી છે. બુધવારની રાત્રે જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં આવેલા ડ્રેસિંગ સેન્ટર પાસે જ કેટલાક શખ્સોએ ખુલ્લેઆમ એક યુવકને રહેંસી નાખ્યો હતો.

જૂની અદાવતમાં યુવકને ધારદાર હથિયાર વડે મોતના ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને લઈને મોડી રાત્રે ડ્ઢરૂજીઁ સહિતનો પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. જામનગરની જી.જી. હોસ્પિટલમાં જે યુવાનની હત્યા થઈ છે તેની ઓળખ ધર્મેન્દ્ર સિંહ ઝાલા ઉર્ફે ભૂરો નામના યુવક તરીકે થઈ છે. આ ૩૨ વર્ષીય યુવક શાંતિનગર વિસ્તારમાં રહેતો હતો.

ધર્મેન્દ્રસિંહ મિત્ર જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા સહિત ચાર શખ્સોએ ગુપ્તી વડે અગાઉ પોલીસમાં દારૂના ધંધાની બાતમી આપી હોવાની શંકાએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાના બનાવ પહેલા મૃતક ધર્મેન્દ્રસિંહ ઝાલા પર ૧૨ વાગ્યાના અરસામાં જયપાલસિંહ ચુડાસમા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

બોલચાલી ઉગ્ર બનતા બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. માથાકૂટમાં જયપાલે ધર્મેન્દ્રને માથાને ભાગે છૂટા સળિયાનો ઘા કરતા ગંભીર ઈજા પહોંચી હતી. તરત જ તેના મિત્ર સુખદેવ જાડેજા સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તેની સારવાર શરૂ થાય તે પહેલા જ આરોપીઓએ હોસ્પિટલમાં ધામી નાખ્યા. જયપાલસિંહ ચુડાસમા તેના સાગરીત ઉર્મિલ ઉર્ફે દિનેશ રાઠોડ, પ્રણવદીપસિંહ ઉર્ફે પાચો વાઘેલા અને અક્ષયરાજસિંહ પરમાર દ્વારા ગુપ્તી જેવા હથિયાર સાથે છાતીના ભાગે ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.