Western Times News

Gujarati News

નિકોલમાં મ્યુનિ. શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ,  નિકોલ વિધાનસભાના મ્યુનિ. શાળાના બાળકોને મા ફાઉન્ડેશન દ્વારા નિકોલ વિધાનસભાના  ધારાસભ્ય અને ગુજરાત રાજયના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા  રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું અને ક્વિઝ વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. Free books were distributed to Ahmedabad Nikol’s AMC school children.

અત્રે ઉલ્લેખનીય છે કે નિકોલ વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લા ત્રણ ટર્મથી એટલે કે છેલ્લા ૧૨ વર્ષથી મ્યુનિ. શાળાના ૫૦૦૦ થી વધુ બાળકોને મા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને દર વર્ષે ૩૦-૪૦ લાખની કિંમતના ચોપડાનું જરૂરિયાત પ્રમાણે વિતરણ કરવામાં આવે છે.

મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે આજે વેકેશન બાદનો પ્રથમ દિવસ છે છતાં બાળકોએ જે રીતે ત્વરિત પ્રશ્નોના જવાબ આપ્યા એ જ સાબિતિ આપે છે કે અમદાવાદ મ્યુનિ. શાળામાં A+ એટલે કે એકસલન્ટ પ્રકારના ગુણવત્તાલક્ષી શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગીણ વિકાસ થઇ રહ્યો છે,

આ માટે અમો બંને રાજયકક્ષાના મંત્રીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓને રાજય સરકાર વતી અભિનંદન આપીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ પોતાના પ્રતિભાવ સ્વરૂપે જણાવ્યું કે અમારા બાળકોએ મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા તાર્કિક પુછાયેલા પ્રશ્નોના ત્વરિત ઉત્તર બાળકોએ આપ્યા છે

તે બતાવે છે કે અમદાવાદ મ્યુનિ. શાળાઓમાં ઉત્તમકક્ષાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને આના માટે અમો આભાર સાથે સરકાર પ્રત્યે ખુશી અને રાજીપો વ્યકત કરીએ છીએ.

સદર કાર્યક્રમમાં સંસદ સભ્ય(અમદાવાદ પૂર્વ લોકસભા)  હસમુખભાઈ પટેલ,  નેતા શાસક પક્ષ  અ.મ્યુ.કો., ગૌરાંગભાઈ પ્રજાપતિ , ચેરમેન સ્કૂલબોર્ડ ડૉ.સુજયભાઈ મહેતા, ડેપ્યુટી મ્યુનિ.કમિશનર  મિરાંત પરીખ, સ્કૂલ બોર્ડ શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇ, પૂર્વ મેયર કિરીટભાઈ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.