Western Times News

Gujarati News

NEETમાં ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાશેઃ સુપ્રીમ

(એજન્સી)નવી દિલ્હી, નીટના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેસ માર્કસ મેળવનારા ૧૫૬૩ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને ૨ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી ૮મી જુલાઈએ થશે.

એનટીએએ સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમિાયન ફક્ત ૧૫૬૩ વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે જેના પરિણામોમાં ગ્રેસ માર્ક્‌સ બાદ ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. એનટીએએ કહ્યું કે આ ઉમેદવાર ગ્રેસ માર્ક્‌સ વિના નીટ યુજી કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે કાં પછી નીટ પરીક્ષામાં સામેલ થઇ શકે છે. એનટીએ ફક્ત ૬ એક્ઝામ સેન્ટર પર હાજર ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે ફરી નીટની પરીક્ષા યોજી શકે છે.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ નીટ યુજી કેસની સુનાવણી કરી રહી છે. દ્ગ્‌છ તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અરજીદારોએ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. ટૂંકમાં કોર્ટ ૩ અરજીઓ પર વિચારણાં કરી રહી છે

જેમાં અનિયમિતતાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૧૫૦૦થી વધુ ઉમેદવારોને લોસ ઓફ ટાઈમના આધારે પરીક્ષામાં ગ્રેસ માર્કિંગ આપવાના સંબંધમાં શંકા વ્યક્ત કરવા નીટ યુજી ૨૦૨૪ના પરિણામને પડકારાયા છે. તેમાંની એક અરજી ફિઝિક્સ વાલાના સીઈઓ અલખ પાંડે દ્વારા દાખલ કરવામાં આવી હતી. દાખલ કરાયેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો

કે ગ્રેસ માર્ક્‌સ આપવાનો એનટીએનો નિર્ણય મનસ્વી હતો. પાંડેએ કથિત રીતે લગભગ ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ પાસેથી રજૂઆતો એકત્રિત કરી હતી, જે દર્શાવે છે કે ઓછામાં ઓછા ૧,૫૦૦ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ તરીકે ૭૦-૮૦ માર્કસ આપવામાં આવ્યા હતા. નીટ યુજી પરીક્ષા સંબંધિત બીજી અરજી એસઆઈઅઓ સભ્યો અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને ડૉ. શેખ રોશન મોહિદ્દીન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

દાખલ કરવામાં આવેલી આ પિટિશનમાં નીટ યુજી ૨૦૨૪નું પરિણામ પાછું ખેંચવાની અને પરીક્ષા નવેસરથી યોજવાની માંગ કરવામાં આવી હતી. અરજદારોએ ગ્રેસ માર્ક્‌સ આપવામાં મનસ્વીતાનો આક્ષેપ કર્યો છે. નીટની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારથી જ મોટો વિવાદ ભભૂકયો છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એનટીએએ ગ્રેસ માર્ક્‌સ રદ કરવાની જાણકારી આપી છે.

નીટના જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્‌સ આપવામાં આવ્યા છે તે માન્ય ગણાશે. આવા ૧૫૬૩ વિદ્યાર્થીઓ પાસે બે વિકલ્પ રહેશે, ફરીથી પરીક્ષા આપો અથવા તો ગ્રેસ માર્ક્‌સ વગરના માર્ક્‌સ સાથે આગળ વધો. ૨૩મી જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે અને ૩૦મી જૂને પરિણામ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.