Western Times News

Gujarati News

વીમા કંપનીઓ અને ગ્રાહકો વચ્ચેની તકરારમાં આ રીતથી ઘટાડો આવશે

આરોગ્ય વિભાગના નિર્દેશ બાદ અમદાવાદમાં પ્રક્રિયા શરૂ-હવે ઓનલાઈન એક કિલક પર જ દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી મળી રહેશે

(એજન્સી)અમદાવાદ, દર્દીઓની મેડીકલ હીસ્ટ્રી ઓનલાઈન એક જ કિલક પર સરળતાથી મળી રહે તે માટેનો પ્રોજેકટ ભવીષ્યમાં દેશભરમાં અમલી બનશે. અમદાવાદમાં પ્રાથમીક તબકકે કેટલીક ખાનગી હોસ્પિટલો વીમા કંપનીઓઅ ટીપીએને એક પ્લેટફોર્મ પર લાવી આ પ્રોજેકટ શરૂ કરાશે. જે માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાશે. જે માટે રજીસ્ટ્રેશન પ્રક્યિા શરૂ કરાઈ છે.

આ સીસ્ટમના કારણે દર્દી કોઈ પણ હોસ્પિટલે સારવાર માટે જાય તો તેની મેડીકલ હિસ્ટ્રી સરળતાથી નેશનલ હેલ્થ કલેઈમ એકસચેન્જ ઉપર મળી રહેશે. જે તે દર્દીનો આભા યુનિક આઈડી બનશે. કલેઈમ હિસ્ટ્રીલીંક થઈ શકશે. આમ વીમા કંપનીઓ સાથેની તકરારોમાં પણ ધરખમ ઘટાડો આવશે તેમ કેન્દ્રના આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ ઓથોરીટી એનએચએના ડાયરેકટર કિરણ ગોપાલ વાસ્કાએ બુધવારે અમદાવાદના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

અમદાવાદમાં સરકારી વીમ કંપની ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સે યોજેલા વર્કશોપમાં ૮૦ જેટલી ખાનગી, સરકારી હોસ્પિટલના પ્રતીધીનીઓ ઉપરાંત વીમા કંપનીઓઅ, ટીપીએ સહીતના સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. હેલ્થ ઓથોરીટીએ અધિકારીએ કહયું કે નેશનલ હેલ્થ ઓથોરીટીના નિર્દેશ મુજબ આયુષ્યમાન ભારત હેલ્થ મીશન અંતર્ગત નેશનલ હેલ્થ કલેઈમ એકસચેન્જ પર દર્દીઓની તમામ મેડીકલ હીસ્ટ્રીનો ડેટા એકત્ર કરાશે.

જેમાં આપ્લેટફોર્મ પર આવવા માટે હોસ્પિટલોને માર્ગદર્શન અપાઈ રહયું છે. ઓપીડીમાં આવતાં દર્દીઓની માહિતી માટે હોસ્પિટલોને સોફટવેર ઈન્ટીગ્રેટ કરવું પડશે. આઅ સીસ્ટમથી વીમા કંપનીઓ સાથે ફ્રોડના ચાન્સ ઘટશે, દર્દીઓને પણ કલેઈમ મેળવવામાં સરળતા રહેશે. તકરારોનું પ્રમાણ ઘટશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.