Western Times News

Gujarati News

પાલનપુરના ધ્રુવિને “No Drugs Campaign” માટે ૨૦,૦૫૦ ફૂટ ઊંચે ત્રિરંગો લહેરાવ્યો

(પ્રતિનિધિ) પાલનપુર, ભારત વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્‌યુ હતું કે

જેમાં પાલનપુરના ધ્રુવિન ધારાણી (Palanpur Dhruvin Dharani) ઉપરાંત ૧૨ સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ ૧૧ જૂનના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ ૨૦,૦૫૦ ફૂટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી No Drugs Campaign ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો

ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને ૨ મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ ૫ કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

તા ૧૧ જૂન ના રોજ સમિટ કરી ૨૦,૩૦૦ ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સ ના દૂષણ ને નાબૂદ કરવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે No Drugs Campaign નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.

આ ૧૩ સાહસિક યુવાની ટીમમાથી ધ્રુવિન ધારાણી ઉપરાંત જયપાલસિંહ ભાટી, ગૌરાંગ પુરોહિત, સોહેલ મુસલા, ધ્રુવિલ ડાભી એ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.