Western Times News

Gujarati News

અમેરીકામાં જોન્સન એન્ડ જોન્સન પાવડરને 6000 કરોડનો દંડ

(એજન્સી)ન્યુયોર્ક, ૪ર યુએસ રાજયો અને વોશીગ્ટન ડીસીમાં તપાસ બાદ મામલો દબાવવા માટે વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડકટ નિર્માતા જહોન્સન એન્ડ જહોન્સને પર ૭૦૦ મીલીયન એટલે કે, રૂ.પ,૮૪ં૯.૪પનો દંડ ફટકાર્યો છે. હવે કંપનીએ કરાર માટે સંમતી આપી છે. તપાસમાં બેબી પાવડર અને અન્ય ટેલ્કમ પાઉડરમાં કેન્સર પેદા કરતા પદાર્થોની હાજરી જોવા મળી હતી.

મીડીયા રીપોર્ટસ અનુસાર કંપનીના આ કરાર એ આરોપીને સાબીત કરે છે.કે જોહન્સન એન્ડ જોન્સને તેની ટેલીકોમ પ્રોડકટસની સુરક્ષાને લઈને ગ્રાહકોને ગેરમાર્કે દોયા છે. જોકે કંપનીએ હાલમાં આ પ્રોડકટના વેચાણ પર પ્રતીબંધો લગાવી દીધો છે. જોકે વેચાણ પર પ્રતીબંધ મુકવામાં આવ્યો તે પહેલા આ ઉત્પાદન લાંબા સમય સુધી જંગી માત્રામાં વેચવામાં આવ્યું હતું.

જોહન્સન એન્ડ જોન્સને રાજયો સાથેના સમાધાનમાં કોઈ ગેરરીતિ સ્વીકારી નથી. ફલોરડીયા, નોર્થ કેરોલીન અને ટેકસાસ જેવા રાજયોના નેતાઓ આ સમાધાન પ્રક્રિયામાં સામેલ હતા. કંપનીનું કહેવું છેકે તેની ટેલ્ક પ્રોડકટ સુરક્ષીત છે. આનાથી કેન્સના કોઈ ખતરો નથી. તમને જણાવી દઈએ આ કરારની જાહેરાત સૈદ્ધાંતિક સમાધાન તરીકે કરવામાં આવી હતી.

ગયા જુલાઈમાં કંપનીએ કેલીફોનીયાના એક માણસને ૧૮.૮ મીલીયન ચુકવવા પડયા હતા જેમણે કહયું હતું કે, તેને જહોન્સનના બેબી પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સર થયું છે. મંગળવારે આ કેસમાં જયુરીનો ચુકાદો કંપની માટે એક ફટકો છે. કારણ કે તે યુએસ નાદારી કોર્ટમાં તેના ટેલ્ક આધારીત ઉત્પાદાન પર સમાન હજારો કેસોનું સમાધાન કરવા માંગે છે.

જોકે એ રાજયો સાથેના સમાધાન હેઠળ કોઈ ગેરરીતિ સ્વીકારી નથી. ફલોરીડા નોર્થ કેરોલીન અને ટેકસાસ જેવા રાજયોના નેતાઓ આ સમાધાન પ્રક્રિયામાં સામેલ હતા. કંપનીનું કહેવું ે કે તેની ટેલ્ક પ્રોડકટસ સલામત છે. અને તેનાથી કેન્સર થતું નથી. તેઓએ જાન્યુઆરીમાં સિદ્ધાંતમાં એક કરારની જાહેરાત કરી હતી.

ફલોરીડામાં એટર્ની જનરલ એશલે મુડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગ્રાહક ઉત્પાદન સલામતી માટે એક મોટી પ્રગતી છે. નોધનીય છેકે જહોન્સન એન્ડ જોહન્સન તેના ટેલ્ક ઉત્પાદનો સંબંધીત મોટી સંખ્યામાં મુદાઓ સાથે કામ કરી રહી છે. ૩૧ માર્ચ્‌ સુધીમાં લગભગ ૬૧,૪૯૦ વ્યકિતઓએ કંપની સામે દાવો માંડયો છે.

આમાંના મોટાભાગના કેસોમાં અંડાશયના કેન્સરથી પીડીત મહીલાઓના સમાવેશ થાય છે. જયારે કેટલાક વાદીઓ મેસોથેલીયોમાંથી પીડીત હતા, જે એસ્બેસ્ટોસના સંપર્કને કારણે કેન્સર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.