Western Times News

Gujarati News

સુરક્ષાદળના  15 ઓફિસરોએ કેડીલા ફાર્માની મુલાકાત લીધી

અમદાવાદ : મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સામેલ થયેલા ભૂમિ દળ, નૌકાદળ અને વાયુદળના 15 ઓફિસરોએ તાજેતરમાં કેડીલા ફાર્માની મુલાકાત લીધી હતી.  સરક્ષણ દળોના આ વરિષ્ઠ લોકોએ  કંપનીના ઓફિસરો સાથે ફાર્મા ઉદ્યોગ,કેડીલા ફાર્મા  અને તેની વિવિધ કામગીરીઓ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાતી સંરક્ષણ અધિકારીઓએ કેડીલા ફાર્માના ધોળકા એકમના સંશોધન અને વિકાસ વિભાગ, ઉત્પાદન અને પેકેજીંગ વિભાગની પણ મુલાકાત લીધી હતી.

કેડીલા ફાર્માસ્યુટિકલ્સનીગણના સૌથી મોટી પ્રાઈવેટલી હેલ્ડ ફાર્મા  કંપનીઓમાં થાય છે. છેલ્લા પાંચ દાયકાથી  અમે દુનિયાભરના દર્દીઓ માટે પોસાય તેવી દવાઓ વિકસાવીને તેનુ  ઉત્પાદન કરી રહ્યા છીએ. અમે એક પર્યવરણલક્ષી અને કાળજી લેવામાં માનતા સંગઠન તરીકે સમાજને અમારી સાથે વિકસવામાં સહાય કરી રહ્યા છીએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.