Western Times News

Gujarati News

ખેડામાં ઝાડા-ઉલટીના 10થી વધુ કેસ મળી આવતાં ફફડાટ

પ્રતિકાત્મક

(એજન્સી)ખેડા, ખેડા શહેરના પરાદરવાજામાં આવેલ પરાદરવાજા, કાછીયા શેરી, અને કુંભારવાડા વિસ્તારમાં ઝાડા ઉલટીના ૧૦ થી વધુ કેશ મળી આવતા આ વિસ્તારના રહિશોમાં ફફળાટની લાગણી વ્યાપી ગઇ છે. આ અંગેની જાણ આરોગ્ય વિભાગને થતા તેઓ પણ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ ચાર ટીમો દ્વાર સર્વેની કામગીરી શરૂ કરવમાં અવી છે.

આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, ખેડા શહેરમાં આવેલા પરા દરવાજા વીસ્તારામાં ઝાડા ઉલટીના કેસોએ દેખા દીધી છે. જેમાં કેટલાક દરદીઓએ નજીકના દવાખાનામાંથી દવા લીધી છે. જયારે ચારથી વધુ વ્યકિત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

આરોગ્ય વિભાગને આ અંગેની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રોગચાળો કયા કારણોસર ફેલાયો છે તેનું ચોકકસ કારણ જાણી શકાયુ નથી. પરંતુ દૂષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ખેડા આરોગ્ય વિભાગની ૪ ટીમ દ્વારા બંને વિસ્તારના ૧૮૨ ઘરમાં સર્વે કરવામાં આવ્યો છે. તેમજ કુલ ૨૧ જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જેમાં ૧૨ પોઝિટિવ અને ૧૧ નેગેટિવ આવ્યા હતા. હાલ ખેડા સિવિલમાં કુલ ૪ વ્યક્તિ દાખલ છે. ખેડાના આ બંને વિસ્તારમાં અંદાજીત ૯૦૦ ઉપર વસ્તી રહે છે. જયાંથી પીવાના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે આ વીસ્તારમાં આપવામાં આવતુ પાણી હાલ પુરતુ બંધ કરવામાં આવ્યુ છે.

તેમજ પીવાનું પાણી ટેન્કર દ્વારા આપવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. આમ પ્રજાના આરોગ્યને ધ્યાનમાં લઇને આ વિસ્તારમાં સર્વેની કામગીરીની સાથે સાથે પીવાના પાણીના સ્ત્રોતોની પણ ચકાસણી કરવામાં આવશે. તેમજ આ રોગચાળાનું ચોકકસ કારણ જાણીને તે માટેની કાર્યવાહી કરવા માટે તંત્ર કામે લાગી ગયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.