Western Times News

Gujarati News

EVMને લઇ અફવા ફેલાવવામાં આવી રહી છેઃ ચૂંટણીપંચ

(એજન્સી)નવી દિલ્હી, વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ મસ્કએ ઈવીએમ હેક થઈ શકે છે તેવું Âટ્‌વટ કરતા ભારત દેશમાં ફરી એકવાર ઈવીએમના મુદ્દે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં વિરોધપક્ષને એટલે કે ઈન્ડી.ને ર૦૦ કરતા વધુ બેઠકો મળતા જ વડાપ્રધાન ઈવીએમના મુદ્દે વિરોધ પક્ષ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે હવે ઈવીએમનો મુદ્દો ચર્ચામાં નહીં આવે પરંતુ મસ્કના એક Âટ્‌વટથી પુનઃ વિવાદ શરૂ થયો છે અને કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી તથા સમાજવાદી પાર્ટીના યુવા નેતા અખિલેશ યાદવ સહિતના આગેવાનો ઈવીએમના મુદ્દે આક્ષેપો કરવા લાગતા ચુંટણીપંચે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈવીએમ અંગે ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહયો છે.

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ ઈવીએમની વિશ્વસનીયતા ફરી એકવાર પ્રશ્નના ઘેરામાં આવી છે.

તેના પર વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ અને સરકાર પર નિશાન સાધ્યું છે. આ ઉપરાંત, ટેસ્લાના માલિક એલોન મસ્ક અને ભૂતપૂર્વ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખર ઇવીએમના મુદ્દે સામસામે આવી ગયા છે. આ મામલો વધતો જોઈને ભારતના ચૂંટણી પંચે પણ મુંબઈ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ઈવીએમ વિવાદને લઇ ચૂંટણીપંચે કહ્યું હતું કે, ઈવીએમ અનલોક કરવા માટે ઓટીપીની જરૂર નથી. ઈવીએમને લઇ અફવા ફેલાવવામાં આવી રહી છે. ફોનના આરોપની પોલીસ તપાસ કરશે. ઈવીએમકોઇ ડિવાઇસથી કનેક્ટ નથી થતું. જોકે સમગ્ર મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ઈવીએમ હેક કરવાના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. મહારાષ્ટ્રમાં ઈવીએમ મોબાઈલ ફોન સાથે જોડાયેલા હોવાના આક્ષેપો થયા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના રિર્ટનિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે જે સમાચાર આવ્યા છે તેના વિશે કેટલાક લોકોએ ટિ્‌વટ કર્યું છે.

ઈવીએમઅનલોક કરવા માટે ઓટીપીની જરૂર નથી. ઈવીએમ ઉપકરણ કોઈની સાથે જોડાયેલ નથી. ઈવીએમ એક સ્વતંત્ર સિસ્ટમ છે. સમાચાર સાવ ખોટા છે. અમે પેપરને નોટિસ જારી કરી છે. આઈપીસીની કલમ ૪૯૯ હેઠળ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે રવિવારે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. લોકસભા ચૂંટણીની મતગણતરીનાં દિવસે ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રની અંદર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના આરોપમાં પોલીસે આ એફઆઈઆર નોંધી છે.

આ સાથે પોલીસે મંગેશ પાંડિલકરને મોબાઈલ ફોન આપવા બદલ ચૂંટણી પંચના કર્મચારી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડી રહેલા ઘણા ઉમેદવારોએ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદો મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.