Western Times News

Gujarati News

‘પેપર ફોડનારાને નહીં છોડાય’, નીટ પેપર લીક પર કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું મોટું એલાન

(એજન્સી)નવી દિલ્હી, નીટ યુજી ૨૦૨૪ના પરિણામોમાં ગોટાળાના આક્ષેપો વચ્ચે રવિવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ એનટીએપર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “નીટ મામલે કોઈ પણ ખોટું કરનારને બક્ષવામાં આવશે નહીં. બાળકોના ભવિષ્ય સાથે રમતને સહન કરવામાં આવશે નહીં.” શિક્ષણ મંત્રીએ પણ એનટીએ પર પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે એનટીએમાં જો કોઈ દોષિત હશે તો તેને બક્ષવામાં આવશે નહીં.  Union Education Minister’s Big Announcement on NEET Paper Leak

આ વખતે નીટ યુજી પરીક્ષામાં ૨૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પરીક્ષા અનેક ગેરરીતિઓના આક્ષેપોને કારણે વિવાદોમાં ઘેરાયેલી હતી. આ પરીક્ષામાં ગેરરીતિને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે કહ્યું હતું કે સરકાર નીટ યુજી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં કોઈપણ અનિયમિતતાને સહન કરશે નહીં. તેમણે કહ્યું હતું કે જો કોઈ ક્ષતિ જોવા મળશે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. એક તરફ દેશભરના વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે કે નીટ યુજી પરીક્ષાના પેપર લીક થયા છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વતી એવું કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે નીટ યુજી પરીક્ષા દરમિયાન પેપર લીકના આરોપોને સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.