Western Times News

Gujarati News

ભારતનો આ બ્રિજ એક વિશ્વ રેકોર્ડ તરીકે તે આખી દુનિયામાં જાણીતો બનશે

ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ૨૦૨૪ના અંત સુધીમાં શરૂ થઈ જશે-વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવા

(એજન્સી)જમ્મુ-કાશ્મીર, દુનિયા નિહાળશે ભારતની ટેકનિકનું ઉત્તમ ઉદાહરણ. ટેકનિકની એવી કમાલ કે જે અત્યાર સુધી કોઈપણ દેશે જોઈ નથી. ભારત દેશ એક નવી ઉંચાઈને સ્પર્શ કરનારું છે. અને આ ઉંચાઈ એટલી વધારે છે કે જાણીતું એફિલ ટાવર પણ નાનો દેખાશે.

જી,હા એફિલ ટાવરને નિહાળવા માટે હંમેશા લોકોની ભીડ રહે છે.પરંતુ હવે આ ભીડ ભારતમાં પણ જોવા મળશે.કેમ કે ભારતમાં તૈયાર થવાના આરે છે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ. વધારે સમય નથી થયો. જ્યારે ચીને વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. ચીનની બૈપન નદી પર શુબાઈ રેલવે બ્રિજ છે. તેની ઊંચાઈ ૨૭૫ મીટર છે.

થોડાક દિવસ પહેલાં તે ૨૭૫ મીટર ઊંચાઈ પર મનમાં ફૂલાઈ રહ્યું હતું. પરંતુ ભારતે એવો ફટકો માર્યો છે કે મોટા-મોટા દેશ પણ ગોથા ખાઈ ગયા છે. ભારતમાં ચિનાબ નદી પર લગભગ તૈયાર થઈ ગયો છે રેલવે બ્રિજ. આ પુલની કુલ ઊંચાઈ ૪૬૭ મીટર છે. નદી તળથી તેની ઊંચાઈ ૩૫૯ મીટર છે. એક વિશ્વ રેકોર્ડ તરીકે તે આખી દુનિયામાં જાણીતો બનશે. તો જમ્મુ કાશ્મીર માટે તો આ એક વરદાન સાબિત થશે.

કટરાથી બનિહાલ રેલવે સુધીનો ૧૧૧ કિલોમીટરનો ટ્રેક. આ રૂટનો ૯૪ ટકા ભાગ ટનલ અને બ્રિજ નીચેથી પસાર થાય છે. લગભગ ૨૭ ટનલવાળા આ રસ્તા ઉપર આ રેલવે બ્રિજ ઘણો મહત્વનો છે..

આ પુલની કુલ લંબાઈ ૧.૩ કિલોમીટર છે. તે કટરાના બક્કલ અને શ્રીનગરના કોડીને આ રેલવે બ્રિજ જોડશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૨૧ હજાર ૬૫૩ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. તેમાં ૨૬ મોટા અને ૧૧ નાના પુલ છે. ૩૭ પુલની કુલ લંબાઈ ૭ કિલોમીટર છે.

આ બ્રિજ બન્યા પછી કાશ્મીરને ચાર ચાંદ લાગવાના છે. અને હવે જ્યારે તે તૈયાર થવાના આરે આવ્યો છે. ત્યારે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ તેની મુલાકાતે આવશે. એટલે ધરતી પરના સ્વર્ગને મળશે ટેકનિકની શાનદાર ભેટ… જે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.