Western Times News

Gujarati News

મિશિગનના ચિલ્ડ્રન વોટરપાર્કમાં હુમલાખોરોનો અંધાધૂંધ ગોળીબાર

(એજન્સી)અમેરિકા,મિશિગનમાં હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરાયાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાળકો સહિત ૧૦ લોકો ઘાયલ થયા છે. આ બે બાળકોમાંથી એકની ઉંમર ૮ વર્ષની છે. આ ફાયરિંગની ઘટના શનિવારે રોચેસ્ટર હિલ્સના ચિલ્ડ્રન વોટર પાર્કમાં બની હતી.

અધિકારીઓએ જણાવ્યું કે લોકો ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કમાં આવ્યા હતા. આ દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હુમલાખોરને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ગોળીઓ ચલાવ્યા બાદ શંકાસ્પદ નજીકના ઘરમાં છુપાઈ ગયો હતો. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ માઈક બાઉચાર્ડે જણાવ્યું હતું કે શંકાસ્પદ શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ સ્પ્લેશ પેડ પર પહોંચ્યો હતો અને તેણે તેના વાહનમાંથી બહાર નીકળ્યા બાદ ગોળીબાર શરૂ કર્યો હતો.

શેરિફે કહ્યું કે તેણે લગભગ ૨૮ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટનાસ્થળેથી એક બંદૂક અને ત્રણ ખાલી મેગેઝીન મળી આવ્યા છે. પોલીસે સ્થળ પર લોકોની અવરજવર અટકાવી દીધી અને લોકોને વિસ્તારથી દૂર રહેવા કહ્યું. અધિકારીઓએ કહ્યું કે ખતરો હજુ પણ યથાવત છે. રોચેસ્ટર હિલ્સના મેયર બ્રાયન કે. બાર્નેટે કહ્યું કે પોલીસે હુમલાના સ્થળને સુરક્ષિત કરી લીધું છે. ઘટના સ્થળ સલામત છે. ઘટના સ્થળે ફાયર વિભાગ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.