Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ટેમ્પો અલકનંદા નદીમાં ખાબકતા 10નાં મોત

Devprayag_Ganga_Alakhnanda_Bhagirathi_river_Sangam

(એજન્સી)રેંતોલી, ઉત્તરાખંડના બદરીનાથ હાઈવે પર મોટો રોડ અકસ્માત થયો હોવાના અહેવાલો છે. અહીં એક ટેમ્પો ટ્રેવલર વાહને તેનું નિયંત્રણ ગુમાવતા તે અલકાનંદ નદીમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં લગભગ ૧૦થી વધુ લોકોનાં મોત થયા છે. આ અકસ્માત બદરીનાથ હાઈવેના રેંતોલીની પાસ થયો છે. આ ઘટના અંગેની માહિતી મળતા જ હાલ પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે.

એસપી વિશાખા અશોક ભદ્રોણે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમ હાલ ઘટના સ્થળે જવા રવાની થઈ છે. આ દુર્ઘટનામાં સાત લોકોને ઈજા થઈ છે. જોકે હજી બચાવકામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૩૧ મેના રોજ જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓને લઇ જતી બસ રસ્તા પરથી ખીણમાં ખાબકતા ૨૧ લોકોનાં મોત થયા હતા, જ્યારે ૪૭ લોકો ઘાયલ થયા હતા.

જિલ્લાના ચોકી ચોરા બેલ્ટ વિસ્તારમાં આવેલા તુંગી મોર્હમાં આ અકસ્માત સર્જાયો હતો અને બસ ૧૫૦ ફૂટ ઉંડી ખીણમાં પડી ગઇ હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર બપોરે ૧૨.૩૫ વાગ્યે યુપી૮૧સીટી-૪૦૫૮ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી બસ ખીણમાં પડી હતી. જેના કારણે ૨૧ યાત્રીઓનાં મોત થયા હતા અને ૪૭ ઘાયલ થયા હતા.

આ બસ હરિયાણાના કુરુક્ષેત્રના તીર્થયાત્રાઓને જમ્મુ-કાશ્મીરના રેઅસી જિલ્લાના પોની વિસ્તારમાં આવેલા શિવ કોરી તરફ લઇ જઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ બસે ઉત્તર પ્રદેશમાંથી મુસાફરી શરૂ કરી હતી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર મૃતદેહોને અખનૂર સબ જિલ્લા હોસ્પિટલમાં શિફટ્‌ કરવામાં આવ્યા હતાં.
ઘાયલો પૈકી સાતને અખનૂર હોસ્પિટલમાં અને ૪૦ને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તમામ ઘાયલોને અખનૂર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જોકે ત્યારબાદ ૪૦ ઘાયલોને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જે પૈકી છની સ્થિતિ ગંભીર હતી.

ઘાયલ યાત્રીઓના જણાવ્યા અનુસાર જોખમી વળાંક પર સામેથી પૂરઝડપે કાર આવતા આ અકસ્માત સર્જાયો હતો. સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ટ્રાફિક) ફૈસલ કુરેશી, ટ્રાન્સપોર્ટ કમિશનર અને અન્ય અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.