Western Times News

Gujarati News

પૈસાનું અભિમાન ક્યારે આપણું જીવન બરબાદ કરી નાખે એ કંઈ જ કહેવાય નહીં

પ્રતિકાત્મક

 શાંતિ છે પણ અમન ઓછુ પડ્‌યુ
આંસુઓ નીકળ્યા રુદન ઓછું પડ્‌યું,
હોય શાંતિ પણ અમન ઓછું પડ્‌યું..
માતા પિતા છે મળ્યા તકદીરથી,
છે દુઆ દિલથી નમન ઓછું પડ્‌યું..
શાંતિ શોધે છે એ મન મંદિરમાં,
પ્રાર્થના કીધી સ્તવન ઓછું પડ્‌યું..
મીડિયામાં એ જીવે છે જિંદગી,
ખૂબ મિત્રો છે સ્વજન ઓછું પડ્‌યું..
ધનનો પાવર રાખ્યો કોલર ટાઈટ થઈ,
રોફ મોટો ને વજન ઓછું પડ્‌યું..
‘ગોપી’ છોને રાસ રમતી રાત ભર
કૃષ્ણની સાથે મિલન ઓછું પડ્‌યું..
-કૃણાલી શાહ ‘ગોપી’
 કૃણાલી શાહ ‘ ગોપી’ ઉપનામથી કવિતા લખે છે.પીટીસીમાં અભ્યાસ કરી તેઓ ટ્યુશન ક્લાસમાં પ્રવૃત્ત છે. તેમને રટ્ઠહઙ્ઘુિૈંહખ્ત, ષ્ઠટ્ઠઙ્મઙ્મૈખ્તટ્ઠિpરઅ નો શોખ છે. તેમની જન્મતારીખ- ૨૩/૪/૧૯૮૮ છે. તેમનું જન્મસ્થાન- બાયડ તાલુકાનું નાનકડું ગામ ‘જીતપુર ‘ છે. તેમના આદર્શ- ગઝલગુરું દીપકસિંહ સોલંકી ‘ દીપ ‘ છે. તેમને પુસ્તકો વાંચવા ગમે. તેમના પ્રિય લેખક- ગુલઝાર છે.
તેમના પુસ્તકોમાં – સહિયારું પુસ્તક (શબ્દોત્સવ) છે. તેમને બિંદી પ્રોજેક્ટમાં મધર્સ ડે વીડિયો સ્પર્ધામાં ૩ઙ્ઘિ અવોર્ડ, અંગત ડાયરી ગ્રુપમાં વીડિયો સ્પર્ધામાં પણ તેમને ૩ઙ્ઘિ અવોર્ડ મળેલો છે, ગરબામાં તથા રંગોળી સ્પર્ધામાં પણ તેમને અવોર્ડ મળેલા છે, ગાંધીનગર મેટ્રોમાં તેમની અનેક રચનાઓ અને આર્ટિકલ છપાયેલ છે. તેમની ગઝલ માણીએ…
‘આંસુઓ નીકળ્યા રુદન ઓછું પડ્‌યું,
હોય શાંતિ પણ અમન ઓછું પડ્‌યું..’
 ઈશ્વર બધાને બધુ નથી આપી દેતા. એટલી ઘાતક તકલીફ હોય જીવનમાં કે આંસુ આવીને અટકી જાય. દુઃખ સહન ન થઈ શકે એવું હોય ત્યારે રુદન ઓછુ પડે. ઘણીવાર એવુ પણ થાય કે શાંતિ જોઈતી હોય પણ મનને શાંતિ મળે જ નહીં. મનને આરામ મળે એટલે શાંતિ થાય.
‘માતા પિતા છે મળ્યા તકદીરથી, છે દુઆ દિલથી નમન ઓછું પડ્‌યું..’
માતા પિતા તકદીરથી મળે છે. જેના ઘરમાં કોઈ વડીલ ના હોય એને પૂછી આવો વડીલની કિંમત. વડીલો ઘરમાં હોય તો એ ઘરના ઘણા દુઃખ હળવા થઈ જાય છે. વડીલો એ ઘરની છત છે.જે ઠંડી, ગરમીથી ઘરના લોકોનું રક્ષણ કરે છે. એમ જ વડીલો ઘરમાં હોય ત્યાં સુધી કંઇક કેટલાયે દુઃખો દૂર થઈ જતા હોય છે.
‘શાંતિ શોધે છે એ મન મંદિરમાં, પ્રાર્થના કીધી સ્તવન ઓછું પડ્‌યું..’
શાંતિ મનની અંદર જ મળે છે. આપણે બીજી બધી વસ્તુમાં શાંતિ શોધીએ છીએ. જેમ ઈશ્વર મનની અંદર છુપાઈને બેઠો છે એમ જ શાંતિ પણ મનની ભીતરમાં જ છુપાઈ છે. મનના ઊંડાણથી જે શાંતિ અનુભવે છે એને બહારી જીવનમાં આવતા ઉતાર ચડાવ કોઈ અસર કરતા નથી.
‘મીડિયામાં એ જીવે છે જિંદગી, ખૂબ મિત્રો છે સ્વજન ઓછું પડ્‌યું..’
જે સોશિયલ મીડિયામાં કામ કરે છે એ સતત માણસોની ભીડમાં રહે છે. સતત ભીડમાં રહેતો માણસ અંદરથી સાવ એકલો હોય છે. મનના ખૂણામાં એ એકાંત અનુભવે છે. એકાંત એ જ માણસ સમજી શકે જેણે જીવનમાં એકલતા અનુભવી હોય. એકલુ રહેતુ વ્યક્તિ ના આરામથી સૂઈ શકે ના એ શાંતિથી જીવી શકે.
‘ધનનો પાવર રાખ્યો કોલર ટાઈટ થઈ,
રોફ મોટો ને વજન ઓછું પડ્‌યું..’  પૈસાનો પાવર ક્યારેય ના રાખવો. પૈસા આજે છે અને કાલે નથી. પૈસાનું અભિમાન ક્યારે આપણું જીવન બરબાદ કરી નાખે એ કંઈ જ કહેવાય નહીં. ખરેખર આપણા કંઇપણ કરવાથી કંઈ જ થતુ નથી. પૈસા જીવનભર ટકતા નથી. માણસાઈ અને માનવતા જીવનમાં હોય તો જીવનભર કોઈ તકલીફ પડતી નથી. આપણા જીવનનો દોરી સંચાર ઈશ્વરના હાથમાં છે. જે કંઈ કરે છે એ ઈશ્વર કરે છે. માટે ક્યારેય કોઈ વાત માટે અભિમાન કરવું જ નહીં..
‘’ગોપી’ છોને રાસ રમતી રાત ભર કૃષ્ણની સાથે મિલન ઓછું પડ્‌યું..’
 પ્રેમભીની ક્ષણ હંમેશા ઓછી જ પડે છે. જેટલો પણ સમય સાથ મળે મનને એમ જ લાગે હજી થોડો સમય વધુ સાથે વિતાવવા મળે તો મનને વધુ ખુશી મળે. રાતભર રાસ રમ્યા પછી પણ ગોપીને કૃષ્ણ સાથે વધુ સમય વ્યતીત કરવો છે…
અંતની અટકળ 
જીવનમાં આપણને અસંતોષ રહ્યા જ કરે છે. ઘણીવાર ઘણુ બધુ આપણી પાસે હોય છતાં આપણને એમ થાય કે ઘણું ઓછુ મળ્યુ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.