Western Times News

Gujarati News

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરેલી નવી ત્રણ યોજના અમલમાં મૂકાઈ

બાગાયત ખાતાની નવી ત્રણ યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશેઆઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૩મી ઓગષ્ટ સુધી ખુલ્લું મૂકાયું

શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનાફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાની યોજના અમલમાં મૂકાઈ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નવી ત્રણ યોજનાઓ મંજૂર કરવામાં આવી હતીજેને અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનાફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

બાગાયત ખાતાની આ નવી ત્રણ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો હવે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. અરજી કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૩મી ઓગષ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરે અને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાય તે માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકશ્રીની કચેરીગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.