Western Times News

Gujarati News

નૃત્ય કલા કેન્દ્રની છાત્રા તનિસિ શાહનો ભારત નાટ્યમનો આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો

ભારત દેશ એટલે કલાઓનો દેશ. દેશના ખૂણે ખૂણે અપાર કલા ઓનો વિકાસ થયેલો છે. કલા મનુષ્ય જીવનની ઉન્નતિકરણની સીડી છે. વિદેશમાં પણ ભારતીય કલાઓ ધૂમ મચાવી રહી છે.
 ૯ ,જૂન ૨૦૨૪ રવિવારના રોજ નહેરુ ફાઉન્ડેશન, સેંટર ફોર એનવાયરમેન્ટ એજ્યુકેશનના થિયેટરમાં નૃત્ય કલા કેન્દ્રની છાત્રા તનિસિ શાહ નો આવો જ ધૂમ મચાવતો ભારતનાટ્યમનો આરંગેત્રમ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં, ભારતીય ગુરુ – શિષ્ય પરંપરા અનુસાર ગુરુ શ્રીમતી મહેશ્વરી નાગરાજન ના હસ્તે તનિસિએ આરંગેત્રમ પદવી પ્રાપ્ત કરી.
૧૪ વર્ષની તનિસિ શાહ નું કહેવું છે કે નૃત્ય આત્માનો ખોરાક છે.
તનિસિ માત્ર ૩ – ૪ વર્ષની હતી ત્યારે પિતા શ્રી યશેષ શાહ અને માતા શ્રીમતી રીના શાહને લાગ્યું કે તનિસિમાં જન્મજાત આર્ટ છે, ક્રિએટિવીટી છે. માતા-પિતા પોતે પણ આર્ટ ક્ષેત્રે ઊંડાણમાં રૂચિ ધરાવે છે ને તે ક્ષેત્રે કાર્યરત છે. ભણતરની સાથે સાથે તનિસિમાં દરેક કલાનો વિકાસ થાય તે રીતે તેનો ઉછેર થયો.
આ વર્ષે તનિસિએ આ અનોખી નૃત્ય શૈલી ની ૧૦ વર્ષની તાલિમ મેળવી સાધના પૂરી કરી. નૃત્ય સિવાય તનિસિ ડ્રોઇંગ, પેઇન્ટિંગમાં વરલી આર્ટ, મધુબની આર્ટ, મંડાલા આર્ટ માં પણ નિપુણ છે અને ભણવામાં પણ મોખરે રહે છે.
આ કાર્યક્રમમાં તનિસિને આશીર્વાદ આપવા તેના પરિવારજનોની સાથે ગાંધીનગર, સીએમ ઓફિસથી જોઈન્ટ સેક્રેટરી શ્રી અજય ભટ્ટ સાહેબ, એડિશનલ કલેકટર શ્રી દિપક શુક્લા, જેજેસીટી પ્રેસિડેન્ટને હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન દાનવીર શ્રી ડો. નિતીન સુમંત શાહ, પ્રસિદ્ધ અભિનેત્રી અન્નપૂર્ણા શુક્લા, મલ્ટીટેલેન્ટેડ અભિનેતા ને સ્ટેટ ડિપ્લોમેટ મકરંદ શુક્લા, લોકપ્રિય અભિનેત્રી અભિજ્ઞા મહેતા તેમ જ અન્ય ઘણાં સેલિબ્રિટીઓ તનિસિ ને આશીર્વાદ આપવા ખાસ પધાર્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.