Western Times News

Gujarati News

કાંચનજંગા એક્સપ્રેસમાં જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને 10 લાખની આર્થિક સહાય

માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારતા ૧૫નાં મોત -૬૦થી વધુને ઈજા જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને ૧૦-૧૦ લાખની આર્થિક સહાયની જાહેરાત

(એજન્સી)કોલકત્તા, પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા છે, જેમાંથી ૩ રેલવે કર્મચારી છે, જ્યારે ૫ મુસાફરો છે. અકસ્માતમાં ૬૦ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્‌વીટ કર્યું કે રેલ્વેએ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને ૨.૫ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે ઓછા ઘાયલોને ૫૦ ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે પીએમઓએ મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયનું વચન આપવામાં આવ્યું છે.

પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુઃખદ છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.

આ અકસ્માત પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન પાસે થયો હતો. અહીં એક માલગાડી અને સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી. ઉત્તર બંગાળના ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી લગભગ ૩૦ કિમી દૂર ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.

સિયાલદહ જઈ રહેલી કંચનગંજા એક્સપ્રેસ સોમવારે સવારે માલગાડીની ટક્કરને કારણે દુર્ઘટનાનો શિકાર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે માનવીય ભૂલને કારણે આ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ૧૫ લોકોના મૃત્યુ થયા છે અને ૬૦ લોકો ઈજાગ્રસ્ત છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અન્ય લોકો ડબ્બામાં ફસાયેલા હોઈ શકે છે.

રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન જયા વર્મા સિન્હાએ દુર્ઘટના પર વાત કરી. તેમણે કહ્યું- પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે માનવીય ભૂલને કારણે દુર્ઘટના સર્જાય છે. પહેલા સંકેત જણાવી રહ્યાં છે કે આ સિગ્નલ ન માનવાનું પરિણામ હતું. પશ્ચિમ બંગાળ કવચને ઝડપથી વધારવાની જરૂર છે. ઘટનાસ્થળ પર રેલ મંત્રી સહિત મોટા અધિકારીઓ હાજર છે.

પહેલા સિન્હાએ જણાવ્યું- આજે સવારે આ દુર્ઘટના થઈ છે, કંચનગંજા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી તેની પાછળથી માલગાડીએ સિગ્નલ તોડતા ટક્કર મારી છે. ટ્રેનની પાછળ ગાર્ડનો ડબ્બો, બે પાર્સલ વાન અને જનરલ ડબ્બાને ક્ષતી પહોંચી છે. રેલવેના એડીઆરએમ, જિલ્લા તથા રાજ્ય તંત્ર અને એનડીઆરએફ, આર્મી બચાવ કાર્ય માટે પહોંચી ગયા હતાય લગભગ ૫૦ ટકા લોકો ઈજાગ્રસ્ત છે, તેની સારવાર ચાલી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ લખ્યું- પશ્ચિમ બંગાળમાં થયેલી રેલ દુર્ઘટના દુખદ છે. મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જેણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેની પ્રાર્થના કરુ છું. અધિકારીઓ સાથે વાત કરી અને સ્થિતિની માહિતી મેળવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી હતી. વાસ્તવમાં ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો કાચો હોવાથી ત્યાં વાહનો પહોંચી શકતા નથી. આ ઉપરાંત ગાડીમાં જવામાં પણ ઘણો સમય લાગે છે, તેથી રેલવે મંત્રીએ તુરંત બાઈકનો સહારો લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દાર્જિલિંગ જિલ્લાના રંગાપાની સ્ટેશન પર પહોંચેલા રેલવે મંત્રીએ રાહત કાર્યની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ ઘટના અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.

રેલવે બોર્ડના ચેરમેન જયા વર્મા સિન્હાએ કહ્યું કે, ગુડ્‌સ ટ્રેનના લોકો પાયલોટે સિગ્નલની અવગણના કરી હતી. આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.