Western Times News

Gujarati News

PM મોદીને મળ્યા બાદ કેનેડાના વડાપ્રધાનનો સૂર બદલાયો

file

‘અમે મુખ્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું. ટ્રુડો

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોસાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ભારત સાથેના સંબંધોને લઈને ટ્રુડોનો સૂર બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે ભારત સાથે કેનેડાના સંબંધો સુધરી રહ્યા છે અને બંને દેશો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

જસ્ટિન ટ્‌›ડોએ ઈટાલીમાં ત્રણ દિવસીય જી-૭ સમિટના અંતિમ દિવસે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી.જ્યારે પત્રકારો દ્વારા વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત અને વાતચીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેનેડિયન પીએમએ કહ્યું, ‘હું આ મહત્વપૂર્ણ, સંવેદનશીલ મુદ્દાની વિગતોમાં જવાનો નથી જેના પર અમારે કાર્યવાહી કરવાની જરૂર છે. બંને દેશોએ આવનારા સમયમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.

મેં હાઇલાઇટ કર્યું કે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના પર આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે અને અમે તે કરીશું.વડાપ્રધાન મોદીએ શુક્રવારે જસ્ટિન ટ્રુડોસાથે હાથ મિલાવતા એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘જી-૭ સમિટમાં કેનેડિયન પીએમને મળ્યા’ ખાલિસ્તાન તરફી આતંકવાદને લઈને આ પહેલી મુલાકાત હતી પીએમ મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચે સમિટ બાદ દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલી બેઠકમાં તેમની છેલ્લી મુલાકાત સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાયેલી જી-૨૦ સમિટ દરમિયાન થઈ હતી.”બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી,

જે દરમિયાન ટ્‌›ડોએ પીએમ મોદીને ફરીથી ચૂંટવા બદલ અભિનંદન આપ્યા હતા,” કેનેડાના વડા પ્રધાનના કાર્યાલયે શુક્રવાર સાંજની બેઠક પછી એક નિવેદનમાં જણાવ્યું હતું. પત્રકારોએ જસ્ટિન ટ્‌›ડોને હરદીપ સિંહ નિજ્જરનો મુદ્દો ઉઠાવવા પર પ્રશ્ન પૂછ્યો તો તેમણે તેને ટાળી દીધો. ટ્‌›ડોએ જૂન ૨૦૨૩માં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સાથે જોડ્યા બાદ નવી દિલ્હી અને ઓટ્ટાવા વચ્ચેના રાજદ્વારી સંબંધો સપ્ટેમ્બરમાં નવા નીચા સ્તરે પહોંચ્યા હતા.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.