Western Times News

Gujarati News

આરોપી નિખિલ ગુપ્તાએ યુએસ કોર્ટમાં પોતાને નિર્દાેષ જાહેર કર્યા

પન્નુ હત્યા ષડયંત્ર કેસમાં કાર્યવાહી શરૂ

ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને સોમવારે યુએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને સોમવારે યુએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નિખિલે હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં પોતાને નિર્દાેષ જાહેર કર્યાે હતો.ભારતીય નાગરિક નિખિલ (૫૨)ને શુક્રવારે ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યો હતો.

યુએસ સરકારની વિનંતી પર ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.નિખિલ ગુપ્તાના વકીલ જેફરી ચેબ્રોવેના જણાવ્યા અનુસાર, તેમના અસીલને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાને નિર્દાેષ જાહેર કર્યા હતા. આ મામલો બંને દેશો માટે ઘણો જટિલ છે. પરંતુ તે પણ મહત્વપૂર્ણ છે તેથી અમે કોઈપણ પ્રકારની ઉતાવળ ટાળવા માંગીએ છીએ. નિખિલ ગુપ્તાએ કોર્ટ સમક્ષ કહ્યું કે તેના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે.

અગાઉ, ચેક રિપબ્લિકની કોર્ટે નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવાની વિનંતીને ફગાવી દીધી હતી.તેને ૨૮ જૂન સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશન્યૂયોર્ક કોર્ટે નિખિલ ગુપ્તાને ૨૮ જૂને સુનાવણી સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. દરમિયાન તેમના વકીલે જામીન માટે અરજી કરી ન હતી. ,નિખિલ ગુપ્તાની અમેરિકાની વિનંતી પર ૩૦ જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર તત્કાલીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે એક ભારતીય નાગરિક હાલમાં ચેક રિપબ્લિકની કસ્ટડીમાં છે.

તેના પ્રત્યાર્પણ માટેની અરજી હાલમાં પેન્ડિંગ છે. અમને ત્રણ વખત કોન્સ્યુલર એક્સેસ મળ્યો.યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે નિખિલ ગુપ્તા પર પૈસા માટે હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની જોગવાઈ છે.પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના નિર્દેશ પર અમેરિકામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આ પછી અમેરિકાએ નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. અમેરિકાની અપીલ પર ચેક રિપબ્લિકે નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી અને પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ કરી હતી.ગયા વર્ષે, ફાઇનાન્સિયલ ટાઇમ્સે તેના એક અહેવાલમાં દાવો કર્યાે હતો કે પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. કહેવાય છે કે અમેરિકાએ પણ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ એ નથી કહ્યું કે શું ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હોવાને કારણે કાવતરાખોરોએ તેમની યોજનાઓ બદલી કે પછી એફબીઆઈના હસ્તક્ષેપને કારણે કાવતરું નિષ્ફળ ગયું. આ કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર કથિત રીતે પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક સિટીમાં રહેતા શીખ અલગતાવાદી પન્નુને મારવા માટે એક હત્યારાને ેંજીઇં ૧૦૦,૦૦૦ આપવા સંમત થયા હતા. તેમાંથી ૧૫ હજાર ડોલરની એડવાન્સ પેમેન્ટ ૯ જૂન ૨૦૨૩ના રોજ કરવામાં આવી હતી. પરંતુ, આ કામ માટે જે વ્યક્તિને રાખવામાં આવ્યો હતો તે અમેરિકન એજન્સીનો ગુપ્તચર એજન્ટ હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.