Western Times News

Gujarati News

મોબાઈલ ટાવરની બેટરી ચોરતી ગેંગના બે સાગરીતો અમદાવાદના મિરઝાપુરમાંથી ઝડપાયા

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ટૂંક સમયગાળા દરમિયાન ત્રણ ગુન્હા નોંધાતા જીલ્લા ન્ઝ્રમ્ પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે મોબાઇલ ટાવરની બેટરી ચોરી કરતી ગેંગને ઝડપી પડવા માટે એલસીબીની જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી ટેકનિકલ સર્વલન્સ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી ભારે જહેમત બાદ ઠેંફ અને હોન્ડા સીટી કારની ઓળખ કરી હતી

ન્ઝ્રમ્એ ચોરી કરી કારમાં ફરાર થતાં માર્ગો પર વોચ ગોઠવી કિશોરપૂરા ચોકડી થી ઈટાડી રોડ પરથી પસાર થતી હોન્ડા સિટી કારને અટકાવી બેટરી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગના સાગરિતને ચોરી કરેલ બેટરીઓ અને કટર સહિત ચોરી કરવાના ગુન્હામાં વપરાતા ઓજાર સાથે દબોચી લઇ અન્ય એક સાગરિતને અમદાવાદથી ઝડપી પાડી રાજ્યમાં વણઉકેલ્યા ૩૧ મોબાઈલ ટાવર બેટરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ભારે જહેમત ઉઠાવી ચોરીના સ્થળની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરા અને રોડ પરની હોટલો સહિત ધંધાના સ્થળે લાગેલ સીસીટીવી કેમેરાનું સઘન એનાલિસિસ કરવાની સાથે ટેક્નિકલ સર્વલન્સના આધારે મોબાઈલ ટાવર ચોરી કરતી ગેંગ ઠેંફ અને હોન્ડા સિટી જેવી લક્ઝુરિયસ કારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હોવાનું પગેરું શોધી કાઢ્યું હતું.

મોબાઈલ ટાવર બેટરી ચોરી કરતી ગેંગ હોન્ડા સિટી અને ઠેંફ કારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હોવાથી એલસીબી પોલીસે જુદી-જુદી ટીમ બનાવી જીલ્લાના માર્ગો પર સતત પેટ્રોલીંગ હાથધર્યું હતું

ન્ઝ્રમ્ ઁજીં વી.ડી.વાઘેલા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ હાથધરી કિશોરપુરા ચોકડી થી ઈટાડી તરફ આવતા મોબાઈલ બેટરી ચોરીમાં વપારાયેલ હોન્ડા સિટી જોવા મળતા તેને અટકાવી કાર ચાલકની પૂછપરછ કરી કારની તલાસી લેતા કારની અંદરથી ચોરી કરેલ મોબાઈલ ટાવરની બેટરીઓ અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કરી સઘન પૂછપરછ હાથધરી હતી.

અરવલ્લી જીલ્લા એલસીબીએ મોબાઈલ ટાવરની ચોરી કરનાર અનસ ઉર્ફે સોનુ શમશેર ચૌધરી (રહે,ચાંદ મસ્જિદ પાસે પસોન્ડા,ગાજિયાબાદ -ઉત્તરપ્રદેશ)ની આગવી ઢબે પૂછપરછ કરતા અન્ય એક સાગરિત જોહૈબ ઈસરાર કુરેશી (રહે,કુરેશિયોકા મહોલ્લા, હસનપુરા-ઉત્તર પ્રદેશ) ને અમદાવાદ મીરજાપૂર ચોકમાંથી દબોચી લઇ ૬.૩૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોબાઈલ ટાવર બેટરી ચોરી કરતી ગેંગના સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.