Western Times News

Gujarati News

શાકભાજી માર્કેટમાં ડુપ્લીકેટ નોટ ફેરવતો યુપીનો આરોપી સુરતમાં પકડાયો

પ્રતિકાત્મક

શાકભાજી માર્કેટમાં ડુપ્લીકેટ નોટ ફેરવતો યુપીનો શિવનંદન ૨૪હજારની નોટ ચાથે સુરતમાં પકડાયો

કલર પ્રિન્ટર, બનાવટી નોટ છાપવાના કાગળો, ઈન્કની બોટલો સહિતની સામગ્રી કબ્જે પોલીસે કબ્જે લીધી

સુરત,શહેરમાંથી ડુપ્લીકેટ ચલણી નોટના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે એક ને રૂપિયા ૨૪ હજારની નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસને બાતમી આધારે ઉન પાટીયાના ગુલનાઝનગરમાં ભાડેથી રહેતા ૪૧ વર્ષીય શિવનંદન પાલને પકડ્યો છે. તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશના ફતેહપુરનું રતવાખેડા ગામ છે.

સુરતમાં શીવનંદન સાડી પ્રિન્ટિંગનું કામ કરતો હતો. દરમિયાન તેની મુલાકાત સલમાન અહેમદ સાથે થઈ હતી. ઝડપથી રૂપિયા કમાવવા માટે સલમાન અહેમદે શિવનંદનને ભારતીય ચલણની નકલી નોટ વટાવવાનો આઈડિયા આપ્યો હતો. સાડી પ્રિન્ટિંગનું કામ કરતો શિવનંદન નકલી નોટ વટાવવા
લાગ્યો હતો.

તે બનાવટી ચલણી નોટનો શાકભાજી બજાર, નાના સ્ટોર અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરાવતો હતો. આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવીને અસલી નોટ મેળવતો હતો. પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસે ઉધના વિસ્તારમાંથી નકલી નોટો સાથે શિવનંદનને પકડ્યો છે. ૧૦૦ રૂપિયાના દરની ૨૪ હજાર નકલી નોટો ઝડપાઈ છે.

નકલી ચલણી નોટ સાથે હાલમાં તો એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ ફરાર થયા છે, તેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે. આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, ૭૫ બનાવટી નોટો છાપવાના કાગળો, ઈન્કની બોટલો સહિતની સામગ્રી પોલીસે કબ્જે કરી હતી.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.