Western Times News

Gujarati News

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા 44 જેટલા રીચાર્જ બોરવેલનું નિર્માણ કરાયું

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જળસંચયની અપીલને ઝીલી લઈને પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના માર્ગદર્શન હેઠળ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(VYO) દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળોએ 44 જેટલા રીચાર્જ બોરવેલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ મંગળવાર તા. 18 જૂન, 2024ના રોજ  ગાંધીનગર ખાતેથી કર્યું.

આ અગાઉ પણ સંસ્થા દ્વારા 31 રીચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતને જળસમૃદ્ધ બનાવવાના પ્રયાસોમાં સેવાભાવથી આપવામાં આવેલ આ યોગદાનને હું બિરદાવું છું. પાણી બચાવવું એ આજના સમયની ખૂબ અગત્યની જરૂરિયાત છે. પ્રાકૃતિક સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગથી જ આપણે આવનારી પેઢીને સારું જીવન આપી શકીશું. આપણે સૌ સાથે મળીને પર્યાવરણની જાળવણી માટે પુરુષાર્થ કરીએ તેવો આગ્રહભર્યો અનુરોધ કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.