Western Times News

Gujarati News

દર મહિને ૨૦૦થી વધુ રોહિંગ્યા બાંગ્લાદેશથી આવી રહ્યા છે : ત્રિપુરા પોલીસ

(એજન્સી)ઇમ્ફાલ,એક તરફ ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા ૪૦ હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને તેમના દેશમાં પાછા મોકલવાના પ્રયાસો કરી રહી છે. તે જ સમયે, બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી કરીને દર મહિને ૨૦૦થી વધુ રોહિંગ્યાઓને ભારત લાવવામાં આવે છે.
આ પછી આ રોહિંગ્યા મુસ્લિમોને નકલી ઓળખ આપીને દેશના૧૪ રાજયો, આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય,જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળમાં સ્થાયી કરવામાં આવી રહ્યા છે.

આ તમામ કામ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી ગેંગ કરી રહી છે. હાલમાં જ એનઆઇએની ટીમે આ માનવતસ્કરી ગેંગના માસ્ટર માઇન્ડ જલીલ મિયાંની ધરપકડ કરી છે. તેણે પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એનઆઇ જલીલની તેની ગેંગના અન્ય શકમંદો વિશે પૂછપરછ કરી રહી છે.
આરોપી જલીલ મિયાં ત્રિપુરાનો રહેવાસી છે. એનઆઇએએ તેના પર ૧ લાખનું ઇનામ જાહેર કર્યુ હતું. જલીલ મીયાં ધરપકડ કરાયેલ ગેંગ લીડર જીબોન રૂદ્ર પાલ ઉર્ફે સુમનનો ભાગીદાર છે, જેની અગાઉ એનઆઇએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

જલીલ મીયાંના સહયોગી જજ મિયાં અને શાંતો હજુ પણ ફરાર છે. એનઆઇએ તેને શોધી રહી છે.આ તમામ ત્રિપુરાથી માનવ તસ્કરી ગેંગ ચલાવતા હતા. અગાઉ પણ એનઆઇએએ ૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ જલીલની તેના ઘરેથી ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ પછી એનઆઇએએ તેની ગેંગના ૨૯ લોકોની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશમાં હાજર ગેંગના સભ્યો ભારતમાં સ્થાયીથવા માંગતા રોહિંગ્યા મુસ્લિમોને ૧૦થી ૨૦ લાખ રૂપિયા(૧૪થી ૨૮ લાખ બાંગ્લાદેશી ટકા)ચુકવી રહ્યા છે.

સરહદ પાર કરીને ભારતમાં તેમને નકલી ઓળખ દ્વારા અહીં લાવવા માટે સેટલમેન્ટ પેકેજ પુરુ પાડી રહ્યા છે. એનઆઇએના સૂત્રોનું કહેવું છે કે માનવ તસ્કર ગેંગની તપાસ દરમિયાન તપાસ એજન્સીઓને ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. તે પ્રકાશમાં આવ્યું છે કે ભારતમાં ઘૂસણખોરી કરતા પહેલા કે પછી રોહિંગ્યા ઘૂસણખોરોને ભારતીય ભાષામાં હિન્દી, આસામી અને અન્ય ભારતીય ભાષાઓમાં જ્ઞાન અને તાલીમ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.