Western Times News

Gujarati News

SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

અમદાવાદ,
ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ લેતા ઝડપાયા છે. અમદાવાદમાં ડ્રગ્સનું સેવન હોસ્પિટલ સુધી પહોચ્યું છે. અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ચકચાર મચી છે. સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ એસવીપી માં આવીને ડ્રગ્સ લેતો ઝડપાયો છે.

સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી અનુસાર સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ છેલ્લા ઘણા દિવસોથી એસવીપી હોસ્પિટલમાં આવતો હતો. મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે.

બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠા પરથી બિનવારસી ડ્રગ્સ અને ચરસના કરોડોના જથ્થા જપ્ત થઈ રહ્યા છે. તો અહીં મોટો સવાલ એ થાય કે રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા ડ્રગ્સ આવ્યો ક્યાંથી ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.