Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્માએ દક્ષિણ આફ્રિકામાં કોમરેડ્સ મેરેથોન પૂર્ણ કરી

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્રપશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાનીશ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે.

પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છેકોમરેડ્સ મેરેથોન  વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છેશ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી

વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતોજેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી  ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે

તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલગ્વાલિયરથી  રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સક્રિકેટફૂટબોલબોક્સિંગસ્કેટિંગબેડમિન્ટનશૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છેકોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતીસિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાનતેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યોશ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાંજીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે –

સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યુંતેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યુંપાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસહાફ અને ફુલ મેરેથોનઅલ્ટ્રા મેરેથોનટ્રાયથલોનમાં ભાગ લીધો છેતેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોનટાટા મુંબઈ મેરેથોનવસઈવિરાર મેરેથોનટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી), 

ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છેસનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તરમાલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર.

 કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથેશ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમીની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે

શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રાઆદિલ મિર્ઝાવિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવારમિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છેશ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છેતેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.