Western Times News

Gujarati News

પુષ્પાએ નકારેલી ફિલ્મ ભાઈજાને સ્વીકારી ?

ફર્સ્ટ ચોઈસઃ સલમાન નહીં અલ્લુ અર્જુન

કોરોના મહામારી બાદની સ્થિતિમાં સાઉથના એક્ટર્સ બોલિવૂડ સ્ટાર્સને ટક્કર આપી રહ્યા છે

મુંબઈ,ચારેક વર્ષ અગાઉ સાઉથના ગણતરીના એક્ટર્સને જ હિન્દી ઓડિયન્સ ઓળખતું હતું. પણ, કોરોના મહામારી બાદની સ્થિતિમાં સાઉથના એક્ટર્સ બોલિવૂડ સ્ટાર્સને ટક્કર આપી રહ્યા છે. શાહરૂખખાને ગત વર્ષે સફળ કમબેક કર્યું હતું અને બોલિવૂડના બાદશાહ હોવાનું સાબિત કર્યું હતું. શાહરૂખની આ સફળતામાં એટલીનો મોટો ફાળો હતો. એટલીએ ડાયરેક્ટર તરીકે શાહરૂખ સાથે ‘જવાન’માં કામ કર્યું હતું.

જવાને રૂ.૧૦૦૦ કરોડનું કલેક્શન પાર કર્યા બાદ એટલીની ડીમાન્ડ વધી ગઈ છે. એટલીના હાથ ફર સંખ્યાબંધ ફિલ્મો છે અને તેઓ પોતાની પસંદગીના સ્ટાર્સ સાથે નવા પ્રોજેક્ટ શરૂ કરવા ઉત્સુક છે. જો કે એટલીની ફર્સ્ટ ચોઈસ કોણ છે? તે અંગે આશ્ચર્યજનક ખુલાસો થયો છે. ‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુન સાથે એટલીએ ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું.

રિપોટ્‌ર્સ મુજબ, આ ફિલ્મના ડાયરેક્ટર તરીકે એટલી અને લીડ એક્ટર તરીકે અલ્લુ અર્જુન ફાઈનલ હતા. ફિલ્મને આગળ વધારવા માટે અલ્લુ અને એટલી વચ્ચે સંખ્યાબંધ મુલાકાતો થઈ, પરંતુ કેટલાક મતભેદના કારણે અલ્લુએ એટલીની ઓફર નકારી દીધી હતી. અલ્લુને કયા કારણોસર ઓફર ના ગમી તે અંગે ખુલાસો થયો નથી, પરંતુ રિપોટ્‌ર્સ મુજબ અલ્લુના ઈનકાર બાદ એટલીએ સલમાન ખાનનો સંપર્ક કર્યાે હતો.

‘જવાન’માં શાહરૂખની સફળતાથી સલમાન ખાન અગાઉથી ઈમ્પ્રેસ હતા. તેથી આ ફિલ્મની સફળતામાં મોટું યોગદાન આપનારા એટલી સાથે કામ કરવા તેઓ તૈયાર થઈ ગયા હતા. સલમાન ખાન હાલ સિકંદરના શૂટિંગમાં બિઝી હોવાથી આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષથી શરૂ થઈ શકે છે. દરમિયાન એટલીએ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરવા કવાયત હાથ ધરી છે.

સલમાન-એટલીની આ ફિલ્મનું પ્રોડક્શન સન પિક્ચર્સે સંભાળ્યું હોવાનું કહેવાય છે. સાઉથ અને બોલિવૂડના કોમ્બિનેશન સમાન આ ફિલ્મને પાન ઈન્ડિયા રિલીઝ કરવામાં આવશે. સલમાન ખાનની હાથ પરની ફિલ્મ સિકંદરમાં પણ બોલિવૂડ-સાઉથનું કોમ્બિનેશન છે. તેમાં પુષ્પાની કો-સ્ટાર રશ્મિકા મંદાનાનો લીડ રોલ છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.