Western Times News

Gujarati News

વેનબરીની પાતાળગંગા મેન્યુફેક્ચરિંગ સાઇટે શૂન્ય અવલોકન સાથે US FDA નિરિક્ષણ પૂર્ણ કર્યું

મુંબઇ18 જૂન2024: એપીઆઇ વૈશ્વિક માર્કેટ અને ઘરેલુ બ્રાન્ડેડ ફોર્મ્યુલેશનમાં ઉપસ્થિતિ ધરાવતી ભારતની ઝડપથી વૃદ્ધિ સાધતી ફાર્માસ્યુટિકલ કંપની વેનબરી લિમિટેડે આજે જાહેર કર્યું હતું કે તેણે મહારાષ્ટ્રમાં પાતાળગંગા સાઇટ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ)નું સફળ નિરિક્ષણ પૂર્ણ કર્યું છે. આ નિરિક્ષણ સોમવાર, 10 જૂન, 2024ના રોજ શરૂ થયું હતું અને શુક્રવાર, 14 જૂન, 2024ના રોજ ઝિરો-483 અવલોકન સાથે સમાપ્ત થયું હતું. Wanbury’s Patalganga Manufacturing Facility clears US FDA Inspection with Zero Observations.

વેનબરી લિમિટેડના ડાયરેક્ટર મોહન રયનાએ કહ્યું હતું કે, અમે શૂન્યથી 483 અવલોકનો સાથે અમારી પાતાળગંગા સાઇટ ખાતે યુએસ એફડીએ નિરિક્ષણની સફળ સમાપ્તિની જાહેરાત કરતાં ખુશી અનુભવીએ છીએ. આ સિદ્ધિ મહારાષ્ટ્રમાં પાતાળગંગા અને આંધ્ર પ્રદેશમાં તાનુકુમાં અમારી એમપીઆઇ મેન્યુફેક્ચરિંગ સાઇટ ખાતે સર્વોચ્ચ ગુણવત્તા અને અનુપાલનના ધોરણો પ્રત્યે અમારી કટીબદ્ધતાને દર્શાવે છેજે યુએસ એફડીએની મંજૂરી ધરાવે છે.

વેનબરી યુએસ, યુરોપ, લેટિન અમેરિકા સહિતના 70 દેશોમાં એપીઆઇની નિકાસ કરે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024માં રૂ. 575.6 કરોડની આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 15.2 ટકા વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.