Western Times News

Gujarati News

હવે આંખની અલગ અલગ પ્રકારની બે એન્જિયોગ્રાફી એક જ વારમાં એક સાથે કરી શકાશે

ગુજરાતના પ્રથમ ‘મલ્ટી સ્પોટ રેટીનલ લેસર મશીન’ દ્વારા 45 મિનીટને બદલે 20 મિનીટમાં આંખની લેસર સારવાર થઇ શકશેઃ વિટ્રીઓ રેટીના સર્જન ડો. પાર્થ રાણા 

 દેશમાં પ્રથમવાર અમદાવાદમાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ સાથેનું અત્યાધુનિક મશીન દર્દીને કયો રોગ છે તેની માહિતી આપવાની સાથે ટેલી મેડીશીન દ્વારા વિશ્વના કોઇપણ ખુણેથી ડોકટર દર્દીની સારવાર કરી શકશે.

– આંખના પડદા પર રહેલી વાળના 10માં ભાગ જેટલી સુક્ષ્મ લોહીની નળીનું અને આંખના પડદાના કોષનું ઉડાણપુર્વકનું વિશ્લેષણ કરી શકાય છે. ગુજરાતના પ્રથમ ‘મલ્ટી સ્પોટ રેટીનલ લેસર મશીન’ દ્વારા 45 મિનીટને બદલે 20 મિનીટમાં લેસર સારવાર થઇ શકશે.

જેનાથી ચોક્કસ રીતે લેસર સ્પોટ આપી શકાતું હોવાથી દર્દીની સારી રીતે સારવાર થઇ શકે છે. For the first time in the country, a state-of-the-art machine with artificial intelligence in Ahmedabad will be able to provide information about the patient’s disease and treat the patient from any corner of the world through telemedicine.

– 1 જુલાઇથી ‘નૈત્રાલય સ્કીલ ડેવલપમેન્ટ એકેડેમી’ શરૂ કરશે, જેમાં ડોકટર્સ અને ગ્રેજ્યુએટ અને 12 પાસ  સ્ટુડન્ટસ માટે 6 મહિનાથી 12 મહિનાના કોર્સ શરૂ કરાશે. જેમાં જોબ ગેરંટી સાથે એડમિશન અપાશે અને વિધાર્થીઓને બે વર્ષમાં કોર્સ ફી પાછી અપાશે.

‘નૈત્રાલય સુપર સ્પેશ્યાલીટી આઇ હોસ્પિટલ’ના વિટ્રીઓ રેટીના સર્જન ડો. પાર્થ રાણા (Dr. Parth Rana Netralaya Super Speciality Eye Hospital) જણાવે છે કે, વિવધ કારણોસર આંખની રેટીનાના રોગોમાં વધારો થયો છે. તેમજ કોરોના બાદ ડાયાબીટીસ રેટીનોપથીના કેસ પણ વધ્યાં છે. ત્યારે સારવાર માટે આવતાં 30થી 40 ટકા દર્દીને લેસરની સારવારની જરૂર પડે છે. પરંતુ, રેટીનાની વિવિધ તકલીફથી પીડાતા દર્દીની લેસર સારવાર માટે હાલમાં ગુજરાતમાં સિંગલ સ્પોટ લેસર મશીન જ ઉપલબ્ધ છે.

ત્યારે  રાજ્યમાં પ્રથમવાર ‘નેત્રાલય સુપર સ્પેશ્યાલીટી આઇ હોસ્પિટલ’માં અત્યાધુનિક હાઇટેક લેસર મશીન ઉપલબ્ધ થયું છે. જેનાથી 30 સેકન્ડને બદલે માત્ર 1 સેકન્ડમાં  64 લેસર સ્પોટની સ્પીડ હોવાથી સારવાર ઝડપી અને એક્યુરેટ બની છે. તેનાથી ઉંમર લાયક દર્દી કે જેમને આંખના પડદાનું લેસર કરવામાં ઘણી ડિસકમ્ફર્ટ થતી હતી તેને નિવારી શકાશે, અને તેના રિઝલ્ટ પણ ઘણાં સારા આવે છે.

દેશમાં સૌ પ્રથમ ‘માઇક્રો ક્લિયર એપોલો’નું 165 ડિગ્રી સુધીના રેટીનાની વિવિધ એન્જિયોગ્રાફી એક સાથે કીકી પહોળી કર્યા વગર કરી શકાય તેવું મશીન ઉપલબ્ધ કરાયું છે. આંખની રેટીનાની એક સાથે એક જ વારમાં ફંડ્સ ફ્લોસીન અને ઇન્ડોસાઇનીન જેવી બે અલગ અલગ પ્રકારની એન્જિયોગ્રાફી એક સાથે અલ્ટ્રા વાઇડ ફિલ્ડ એંગલમાં વિડીયો સ્વરૂપે લઇ શકાય છે.

તેમજ  આંખના પડદા પર રહેલી વાળના 10માં ભાગ જેટલી સુક્ષ્મ લોહીની નળીનું અને આંખના પડદાનાં કોષનું પણ ઉડાણપુર્વકનું વિશ્લેષણ થઇ શકે છે.  છે. વળી, આ મશીન ટેલી મેડીશીનની સુવિધાથી સજ્જ હોવાથી વિશ્વના કોઇપણ ખુણામાંથી હોસ્પિટલમાં રહેલાં દર્દીની સારવાર કરી શકાશે.

એટલું જ નહિ, 1 જુલાઇથી ‘નૈત્રાલય સ્કીલ ડેવલપમેન્ટ એકેડેમી’ શરૂ કરશે. જેમાં  ડોકટર્સ અને ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અને 12 પાસ સ્ટુડન્ટ માટે 6 મહિનાથી 12 મહિનાના કોર્સ ડિઝાઇન કરાયા છે જેમાં જોબ ગેરંટી સાથે એડમિશન અપાશે, સાથે બે વર્ષની જોબમાં ટોટલ ફી રિફંડ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.