Western Times News

Gujarati News

ટ્યુબલ એબોર્શન છે શું જાણો છો ? કેવી સાવચેતી રાખશો

એક મહિના પહેલાં અચાનક મારી પત્ની આશાને દુઃખાવો ઉપડ્યો, ધીમે ધીમે ત્રણ કલાકમાં આ દુઃખાવો એટલો તો વધી ગયો કે રાત્રે જ બાજુમાં રહેતા ડૉક્ટરને વિઝિટે બોલાવવા પડયા. ડૉક્ટરે મારી પત્નીને પ્રશ્નોત્તરી દ્વારા બધું પૂછીને તેને દુઃખાવો દૂર થાય એવું ઈન્જેકશન મારી દીધું.

તેઓ કોઈ ચોક્કસ નિદાન કરી શકયા નહીં. તેમણે ઈન્જેકશન લગાવતી વખતે કહેલું કે એકાદ કલાકમાં દુઃખાવો મટી જશે પરંતુ બે અઢી કલાકમાં પછી પણ દુઃખાવો ન મટતાં તરત જ ટેકસી મંગાવીને બાજુની હોસ્પિટલમાં એડમીટ કરી દીધા.

હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તો દુઃખાવો એકદમ વધી ગયો. ત્રણ ચાર વખત ઉલટીઓ પણ થઈ. દુઃખાવો જમણી બાજુ પેડુમાં હતો એટલે રાત્રીના ફરજ પરના ડૉક્ટરે એપેન્ડિકસનું નિદાન કરી એક પછી એક એમ બે ગ્લુકોઝના બાટલા ચડાવી દીધા અને એન્ટિબાયોટિકસના ઈન્જેકશન પણ બાટલાની નળીમાં ચડાવીને આપી દીધા.

આમ છતાં ઉબકા-ઉલટીમાં રાહત ન થતાં સવારે હોસ્પિટલના માનદ સર્જન અને બીજા ત્રણથી ચાર ડૉક્ટરએ ભેગા મળીને તેનું એÂન્ઠસોયટીસનું નિદાન કરીને તાત્કાલિક ઓપરેશન રૂમમાં લઈ ગયા.

એપેન્ડિસાયટીસ સમજીને ઓપરેશન કરતાં જાણવા મળ્યું કે એપેન્ડિસાયટીસ છે જેને આધુનિકો વૈજ્ઞાનિક પરીભાષામાં ‘‘ફેલોપિન ટ્યુબ’’ કહે છે. આ ફેલોપિત ટયુબનો નળીનો એક છેડો ગર્ભાશયની સાથે જોડાયેલો હોય છે. આ ટયુબનો બીજો છેડો સ્ત્રી બિજ ગ્રંથિ પાસે રહેલો હોય છે. સ્ત્રીબીજ ગ્રંથિ ઓવરી કહેવામાં આવે. સ્ત્રીબિજની ઉત્પત્તિ આ ઓવરીમાં જ થાય છે અને ઉત્પન્ન થયેલું સ્ત્રી બીજ લગભગ માસિકના ૧૪થી ૧૬માં દિવસની આસપાસ છૂટું પડે છે.

સ્ત્રીબિઝ ઓવરીમાંથી છૂટું પડયા પછી આ ફેલોપિન ટયુબમાં આગળ વધે છે. પુરૂષનું શુક્રાણું ગર્ભાશય મુખમાંથી પ્રવેશ કરીને ગર્ભાશયના આગળ વધતા આ નળીમાં સ્ત્રીબિજ સાથે મળીને ગર્ભની સ્થાપના કરે છે. આ ક્રિયાને ફર્ટીલાઈઝેશન કહેવામાં આવે છે. ફર્ટીલાઈઝેશનની આ ક્રિયા પછી તે ફર્ટીલાઈઝડ ગર્ભ આ નળીકાઓ દ્વારા ફેલોપિત ટયુબ દ્વારા ગર્ભાશયમાં ધીમે ધીમે આવીને તેના ઉચિત સ્થાન પર સ્થિર થઈને વૃદ્ધિ પામે છે અને તે ગર્ભ ધીમે ધીમે વૃદ્ધિ પામતા નવ માસે સંપૂર્ણ પરિપકવ શિશુ બને છે.

આગળ આપણે જાણી ગયા કે ગર્ભાશયની આ નળિકાઓને ફિલોપીન ટયુબ કહેવામાં આવે છે. સૌથી પહેલાં આ ટયુબની શોધ ફેલોપિયસત નામના વિદ્ધાને કરી હતી તે ઉપરથી તેનું નામ ફેલોપિયસ ટયુબ રાખવામાં આવ્યું. ફેલોપિયસ ઈટાલીના વિદ્ધાન હતા અને તેઓનો જીવનકાળ ઈ.સ.૧પર૩થી ૧પ૬ર ઈ.સ. માનવામાં આવે છે.

આનાથી ઉલટુ આપણે ભારતીય ચિકિત્સા વિજ્ઞાન એટલે કે આયુર્વેદ તરફ દૃષ્ટિપાત કરીએ તો જાણવા મળે છે કે ગર્ભાશયના આ મહત્ત્વપૂર્ણ અંગનું સજીવ વર્ણન સુશ્રુત મહર્ષિએ પોતાના ગ્રંથ સુશ્રુત સંહિતાના શરીરસ્થાનના નવમાં અધ્યાયમાં લખ્યું છે કે, આર્તવવહે દ્વે, તુર્યોમૂલ, ગર્ભાશય આર્તવવાહિન્યશ્ચ ધમન્યઃ તત્ર વિદ્ધાયાં બંધ્યાત્વં મૈથુના સહિષ્ણુત્વમાર્તવનાશશ્વ, (સુશ્રુત શરીર સ્થાન અધ્યાય ૯/૧ર).

અર્થાત આર્તવવહસ્ત્રોત નળીઓ બે છે. જેના મૂળમાં ગર્ભાશય એવું આર્તવ સંબંધિત ધમનીઓ હોય છે. આને બાંધી દેવાથી (ફેલોપીન ટ્યુબ-આર્તવવહ સ્ત્રોતો) વંધ્યાયન, મૈથુનમાં અસહિષ્ણુતા અને આર્તવનો-સ્ત્રીબિજનો નાશ થઈ જાય છે.

આમ તો આર્તવ એટલે માસિક ધર્મ વખતે પ્રવૃત્ત થતું રકત પરંતુ આયુર્વેદમાં તેના બે પ્રકાર ગણાવ્યા છે. એક દૃશ્ય આર્તવ કે જે દર મહિને માસિક ધર્મના રકત રૂપે સ્ત્રવે છે અને બીજું અદૃશ્ય આર્તવ કે જે સુક્ષ્મ હોવાથી અને દેખાતું ન હોવાથી અદૃશ્ય આર્તવ કહેવાય છે. જેને સ્ત્રી બિજ કહેવાય છે.

ઉપર સંસ્કૃત ભાષામાં વર્ણાવાયેલી સુશ્રુતની વ્યાખ્યામાં બતાવાયેલા આર્તવનું (અદૃશ્ય આર્તવ)નું વહન કરનાર બે સ્ત્રોત માર્ગોએ ફેલોપિન ટયુબો જ છે. ઉપયુક્ત વર્ણનના આધારે આ બે નળીઓ ગર્ભાશયના ઉપરના ભાગમાં જ રહેલી છે. એટલું જ નહીં પરંતુ સુશ્રુતે એ પણ લખીને અત્યંત પ્રશંસાનું કે પ્રશંસાભર્યું નિરૂપણ કર્યું છે. આ નળીઓના કપાઈ જવાથી વંધ્યાપન ઉત્પન્ન થાય છે. યાદ રાખો કે વર્તમાન યુગમાં તથા કથિત ટયુબેકટોમી નામના ઓપરેશનમાં સુશ્રુતોકત આ જ નળીઓને (ફેલોપીન ટયુબોને જ) કાપી નાંખવામાં આવે છે કે બાંધી દેવામાં આવે છે.

ઉપર આપણે જોઈ ગયા કે શુક્રાણું અને સ્ત્રીબિજનું મિલન થઈ ગયા પછી તથાકથિત ફર્ટીલાઈઝડ સ્ત્રીબિજ આ નળી દ્વારા ગર્ભાશય તરફ આગળ વધે છે. કોઈ કોઈ વખત આ પ્રક્રિયા કોઈ અજ્ઞાત કારણને લીધે પૂરી થતી નથી.

પરિણામે આ ફર્ટીલાઈઝેડ સ્ત્રીબિજ આ ફેલોપિન ટયુબમાં જ અટકી જાય છે અને ત્યાં જ સ્થિર થઈને ગર્ભની જેમ વૃદ્ધિ પામે છે. પરંતુ આ ફેલોપીન ટયુબમાં વૃદ્ધિ પામતાં ગર્ભને સમાવવાની શક્તિ હોતી નથી અને પરિણામે તે ફાટી જાય છે અને તમારા પત્નીને જેવી તકલીફ થઈ એવી જ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને તેનું ઈમરજન્સી ઓપરેશન કરવું પડે છે અને આ પ્રક્રિયાને ટ્યુબલ એર્બોશન કહેવામાં આવે છે અને આ ક્રિયા ગર્ભ ધારણ પછીના એટલે કે પહેલાં બે મહિનામાં કોઈપણ વખતે થઈ શકે છે. કોઈક અમુક કેસમાં આ રીતે ટયુબમાં ગર્ભ ચાર-પાંચ મહિનાનો થઈને મૃત બને છે અને ઓપરેશન દ્વારા ટયુબની સાથે જ તેનો નિકાલ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.