Western Times News

Gujarati News

પૂર્વ બિહાર ડે. CMના પર્સનલ સેક્રેટરીએ NEET કૌભાંડના માસ્ટર માઇન્ડ માટે રૂમ બુક કરાવ્યો હતો

નીટ પેપર લીકનો રેલો તેજસ્વી યાદવ સુધી પહોંચ્યો

(એજન્સી)નવી દિલ્હી, બિહારમાં નીટ પેપર લીકના સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલયે બિહાર પોલીસના આર્થિક અપરાધ એકમ પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો છે. શિક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું કે નીટ સંબંધિત ગ્રેસ માર્ક્સનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. former Bihar Day CM’s personal secretary booked a room for NEET scam mastermind

અહીં, બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ દાવો કર્યો છે કે આ કેસના તાર તેજસ્વી યાદવ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ઉમેદવારો જે ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો, તે રૂમ તેજસ્વીના પીએસ પ્રીતમે બુક કરાવ્યો હતો.

પટનામાં પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને બિહાર પોલીસની તપાસ એજન્સી પાસેથી વિગતવાર રિપોર્ટ માગવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે આ બાબતમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ/સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ નીટ પરીક્ષા મુદ્દે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો દાવો કર્યો છે. નીટ પેપર લીકમાં કેટલાક આરોપીઓ સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાયા હોવાની વાત સામે આવી છે. વિજય સિન્હાનો દાવો છે કે ગેસ્ટ હાઉસના કર્મચારીને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીના પીએસ પ્રીતમ કુમારે બોલાવ્યા હતા. આ પછી ત્યાં રૂમ બુક કરાવ્યો હતો.

ગેસ્ટ હાઉસના એન્ટ્રી રજિસ્ટરમાં અનુરાગ યાદવનું નામ છે. તેની બાજુમાં મંત્રીજી લખેલું છે. વિજય સિન્હાનો દાવો છે કે આ મંત્રીજી તેજસ્વી યાદવ માટે લખવામાં આવ્યું હતું.

વિજય સિન્હાએ કહ્યું કે ૧ મેના રોજ તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારે ગેસ્ટ હાઉસના કર્મચારી પ્રદીપ કુમારને ફોન કર્યો અને સિકંદર કુમાર યાદવેન્દુ માટે રૂમ બુક કરવા કહ્યું. અહીં, બિહાર પોલીસની તપાસ એજન્સી સીટ નીટ યુજી પેપર લીક કેસમાં તપાસમાં વ્યસ્ત છે. દેશના ૨૪ લાખ નીટ ઉમેદવારો આ એજન્સીની તપાસ પર પોતાની આશાઓ બાંધી રહ્યા છે. ઉમેદવારોને આશા છે કે તપાસ એજન્સી સુપ્રીમ કોર્ટમાં પુરાવા રજૂ કરશે.

નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ૮ જુલાઈએ સુનાવણી થવાની છે. એજન્સીએ ઘટનાસ્થળેથી મળી આવેલા બળેલા પ્રશ્નપત્ર સહિત તમામ પુરાવા અને અન્ય પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી પાસે એવા મજબૂત પુરાવા છે જેને રજૂ કર્યા બાદ સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય લઈ શકે છે.

પરીક્ષાર્થીઓ અને પરીક્ષા માફિયાઓની ધરપકડ અને તેમની પાસેથી મળેલા પુરાવાના આધારે તપાસ એજન્સી દાવો કરે છે કે પેપર લીક થયું હતું. નીટ પેપર લીક કેસમાં, બે ઉમેદવારો બુધવારે આર્થિક અપરાધ એકમના પટના મુખ્યાલય પહોંચ્યા. આ બંને ઉમેદવારોની લગભગ અઢી કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

બખ્તિયારપુરની રહેવાસી ઈશા તેનાં માતા-પિતા સાથે આવી હતી. જ્યારે બીજી યુવતી તેના પિતા અને કાકા સાથે આવી હતી. ઈશાએ પૂછપરછ કરતા પહેલાં કહ્યું હતું કે તે ઈકોનોમિક ઓફેન્સ યુનિટની તપાસમાં સહયોગ કરશે. તેના પિતા સાથે પહોંચેલી બીજી છોકરીએ તેનું નામ જાહેર કર્યું ન હતું. તેણે સ્પષ્ટપણે કંઈપણ કહેવાની ના પાડી.

ઈઓયુએ ઉમેદવારો તેમજ તેમનાં માતા-પિતાની પૂછપરછ કરી છે. અગાઉ ઈઓયુએ ૯ ઉમેદવારોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. બે ઉમેદવારો પૂછપરછ માટે પહોંચ્યા. નીટ પેપર લીક કેસમાં ઉમેદવારોને એનએચએઆઈના ગેસ્ટ હાઉસમાં રોકાવાની વાત થઈ હતી. આ અંગે બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાનું નિવેદન સામે આવ્યું છે.

તેમનું કહેવું છે કે બુધવારે અધિકારી સાથે તેમની બેઠક થઈ હતી. મળતી માહિતી મુજબ માર્ગ બાંધકામ વિભાગ તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના પીએસ પ્રીતમે ગેસ્ટ હાઉસમાં એક રૂમ બુક કરાવ્યો હતો. કેસની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ગુનેગાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં જે બાબતો સામે આવી છે તે ચોંકાવનારી છે.

નીટ પેપર લીકમાં સરકારી ગેસ્ટ હાઉસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેસ્ટ હાઉસના એન્ટ્રી રજિસ્ટરમાં અનુરાગ યાદવનું નામ નોંધાયેલું છે.

નીટ પેપર લીક કેસમાં પોલીસે અનુરાગ યાદવની ધરપકડ કરી હતી. આ ગેસ્ટ હાઉસમાંથી ઉમેદવારોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઉમેદવારોને ૨૪ કલાક અગાઉ પેપર કંઠસ્થ કરાવવામાં આવી રહ્યાં હતાં. સિકંદરે નિવેદનમાં ગેસ્ટ હાઉસનું નામ પણ લીધું છે, અનુરાગ યાદવ સિકંદરનો સંબંધી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.