Western Times News

Gujarati News

ક્રાઈમ બ્રાંચે પીજી અને ડોર્મેટરીના લોકોનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ પોલીસ રથયાત્રાની તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે જ હવે હોટલ અને ગેસ્ટહાઉસમાં સ્ટે કરનાર મુસાફરોની જેવી રીતે પોલીસના પથિક સોફટવેર પર એન્ટ્રી થાયય છે. તેવી જરીતે હવે પી.જી. અને ડોમેટરીમાં સ્ટે કરનારા મુસાફરોની કરવામાં આવશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત પાંચ પીજીના સંચાલકોએ પોતાના પી.જી.માં રહેતા વિધાર્થીઓ કે યુવાનોની એન્ટ્રીઓ કરાવી છે. હવે આગામી દિવસોમાં અમદાવાદમાં ચાલતા હજારો પી.જી.માં રહેતા લોકોની એન્ટ્રી કરવામાં આવશે.

સાથે સાથે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન આજુબાજુ કાર્યરત ડોર્મેટરીની એન્ટ્રી પણ પથીક સોફટવેર પર કરવામાં આવશે. કોઈ અનિચ્છિત વ્યકિત પી.જી. ડોર્મેટરીમાં સ્ટે કરીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં સફળ થાય નહી તેના માટે આ નોધણી ફરજીયાત બનાવવામાં આવી છે.

થોડા સમય પહેલા જ સ્ટેડીયમની સુરક્ષાની વાતો પોકળઈ સાબીત કરીને મેદાન સુધી પહોચી ગયેલો વેન જહોનસન પી.જી.માં રોકાયો હતો. જેને કારણે તેની વિગતો તંત્રને મોડી મળી હતી. એટીએસના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાના ચાર આતંકવાદીઓ ઝડપી લીધા હતા.

તેઓ પણ પી.જી.કે. ડોર્મેટરીમાં રોકાવાની ફીરાકમાં હતા. આ ઘટનાઓ લઈને સીનીયર અધિકારીઓના આદેશથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પથિકમાં પી.જી. અને ડોર્મેટરીમાં સ્ટે કરતા લોકોની એન્ટ્રી કરવાનો નર્ધાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચના પથીક સોફટવેર પર શહેર જ નહી પરંતુ રાજયભરની તમામ હોટલ અને ગેસ્ટહાઉસમાં ઉતરતા મુસાફરોની એન્ટ્રી થઈ જાય છે. તેમના ઓળખના પુરાવા પણ સોફટવેર પણ અપલોડ થઈ અને મુસાફરકો કયાંથી આવે છે. તેના ઉપર પોલીસની એક ટીમ વોચ રાખતી હોય છે.

આ મુસાફરો શહેરમાં કયા ફરી રહયા છે. તેની પણ નજર રાખવામાં આવતી હોય છે. જેને કારણે કોઈ અનિચ્છીત મુસાફર પર વોચ રાખી શકાય અને કોઈ કાંડ કરે તો તેને ટ્રેક કરી શકાય. હવેથી પી.જી. અને ડોર્મેટરીમાં સ્ટે. કરતા લોકોની પણ એન્ટ્રી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.