Western Times News

Gujarati News

ઈટાલીમાં ભારતીયના મોતને કારણે શેરીઓથી લઈને સંસદ સુધી હોબાળો

નવી દિલ્હી, ઈટાલીમાં ખેતરમાં કામ કરતા ભારતીય નાગરિકના મોતનો મામલો ચર્ચામાં છે. અકસ્માતમાં ભારતીય નાગરિકના મોત બાદ સંસદમાં પણ બેદરકારી અને અસંવેદનશીલતાનો આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.ઈટલીના લેટિનામાં ખેતરોમાં કામ કરતી વખતે ભારતીય નાગરિક સતનામ સિંહ ઘાસ કાપતી વખતે તેનો હાથ કપાઈ ગયો હતો.

સતનામની ઉંમર ૩૦ થી ૩૧ વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. પરંતુ ખેતર માલિકે સતનામની સારવાર કરવાને બદલે તેને તેના ઘર પાસે રોડ પર ફેંકી દીધો હતો.પોલીસનું કહેવું છે કે સતનામને રોમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેનું બુધવારે મધરાતે મોત થયું હતું તેની પત્ની અને મિત્રોને જાણ કરવામાં આવી છે.

સતનામ માન્ય દસ્તાવેજો વગર ખેતરોમાં કામ કરતો હતો.ઈટાલીમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિક સતનામ સિંહના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. દૂતાવાસે કહ્યું કે તે ઇટાલીના લેટિનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુના સમાચારથી વાકેફ છે.

અમે સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છીએ. પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ઈટાલીમાં કામદારોના સંગઠન ફ્લાઈ સીજીઆઈએલના જણાવ્યા અનુસાર, આવી સ્થિતિમાં સતનામ સિંહની મદદ કરવાને બદલે તેના માલિકે તેને કચરાના ઢગલાની જેમ ફેંકી દીધો. ઇટાલીના શ્રમ મંત્રી મરિના કાલ્ડરોને સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને બર્બરતાનો મામલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર આ ઘટનાની તપાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.