Western Times News

Gujarati News

અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ ડિસેમ્બરમાં રિલીઝ થશે

મુંબઈ, અલ્લુ અર્જૂનના ફૅન્સ આતુરતાપૂર્વક ‘પુષ્પા ૨ – ધ રૂલ’ની રાહ જોઈ રહ્યા છે, તેમને હવે આ ફિલ્મ જોવા માટે વધુ છ મહિના રાહ જોવી પડશે.

હવે આ ફિલ્મ ઇન્ડિયામાં ૬ ડિસેમ્બરે રિલીઝ થશે. અલ્લુ અર્જૂને પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ રિલીઝ છ મહિના પાછળ ગઈ હોવાના આ સમાચાર શેર કર્યા હતા.

ગયા અઠવાડિયા સુધી આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની ચર્ચા હતી, જેની સાથે બીજી મહત્વની ફિલ્મોની રિલીઝ ક્લેશ થઈ રહી હતી, તેથી આ ફિલ્મ પાછી જવાની શંકાઓ વ્યક્ત થઈ રહી હતી. ફૅન્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો પુષ્પાની ટીમ દ્વારા આવી કોઈ જાહેરાતની રાહમાં જ હતા. હવે આ ફિલ્મની રિલીઝ પાછી ગઈ છે, કારણ કે ટીમના જણાવ્યા અનુસાર તેનું કેટલુંક પોસ્ટ પ્રોડક્શનનું કામ હજુ બાકી છે.

આ ફિલ્મ પહેલાં કાર્થિકા શ્રિનિવાસ દ્વારા એડિટ થઈ રહી હતી, પણ તેણે હવે આ પ્રોજેક્ટ છોડી દીધો છે. હવે ફિલ્મના ફાઇનલ કટ પર નવીન નૂલી કામ કરી રહ્યા છે.

આ ફિલ્મ સાથે જોડાયેલા સોર્સના જણાવ્યા અનુસાર ફિલ્મના ડિરેક્ટર સુનિલ કુમાર વીએફએક્સના અનુક ભાગ ફરીથી કરવા માગે છે અને તેમને વધુ સારી ક્વોલિટીમાં ફરી શૂટ કરવા માગે છે. આ ફિલ્મમાં ફહાદ ફાઝિલ અને રશ્મિકા મંદાના મહકત્વના રોલમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.