એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડે IPO માટે સેબીની મંજૂરી મેળવી
લિંકઃ https://www.sebi.gov.in/filings/processing-status/jun-2024/processing-status-issues_59558.html
એમક્યોર ફાર્માસ્યુટીકલ્સને માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આઈપીઓ લાવવા મંજૂરી આપી છે. કંપનીએ ડિસેમ્બર, 2023માં સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઈલ કર્યું હતું. Emcure-pharmaceuticals-ltd-gets-sebi-nod-for-ipo
ગત સપ્તાહે રજૂ કરવામાં આવેલા લેટેસ્ટ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, આઈપીઓમાં રૂ. 800 કરોડનો ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને 1.36 કરોડ ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓફર ફોર સેલ અંતર્ગત પ્રમોટર્સ અને શેરધારકો પોતાનો હિસ્સો હળવો કરશે.
ફ્રેશ ઈશ્યૂ અંતર્ગત એકત્રિત ફંડનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા અને દેવાની ચૂકવણી માટે કરશે.
એમક્યોર ફાર્માસ્યુટીકલ્સ દેશની ટોચની ફાર્માસ્યુટીકલ કંપનીઓ પૈકી એક છે. જે વિવિધ મુખ્ય ઉપચારાત્મક ક્ષેત્રોમાં ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટ્સનુ વિશાળ રેન્જમાં ઉત્પાદન, વિકસાવવા ઉપરાંત વૈશ્વિક બજારોમાં માર્કેટિંગ સહિતના કામકાજ કરે છે. કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (“R&D”) સંચાલિત કંપની છે, જેમાં ઓરલ, ઇન્જેક્ટેબલ અને બાયોથેરાપ્યુટિક્સ સમાવિષ્ટ છે. કંપની ભારત, યુરોપ અને કેનેડામાં મજબૂત હાજરી સાથે 70થી વધુ દેશોમાં લક્ષિત બજારો સુધી પહોંચ બનાવવા સક્ષમ છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેફરીજ ઈન્ડિયા, એક્સિસ કેપિટલ, અને જેપી મોર્ગન ઈન્ડિયા ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. આઈપીઓ હેઠળ ફાળવેલા ઈક્વિટી શેર્સનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ ખાતે કરવાનો પ્રસ્તાવ છે.