Western Times News

Gujarati News

જીવનમાં દરરોજ ભોજન, હવા અને પાણી જેટલા જરૂરી છે, યોગ પણ એટલા જ જરૂરી છે : આચાર્ય દેવવ્રતજી

૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાજભવન પરિવાર સાથે યોગ કરીને સમાજને નિયમિત યોગ કરવાની પ્રેરણા આપી

૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાજભવન પરિવાર સાથે યોગ કરીને સમાજને નિયમિત યોગ કરવાની પ્રેરણા આપી હતી. દરરોજ નિયમિતઅચૂક યોગ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કેજીવનમાં જેમ દરરોજ ભોજનહવા અને પાણી જરૂરી છેયોગ પણ એટલા જ જરૂરી છે. તેમણે સૌને નિયમિત યોગ કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કેભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને 21 મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી અને દુનિયાને પ્રેરિત કરી. પરિણામ એ આવ્યું કે 177 દેશોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને આજે ભારતના ઋષિમુનિઓની આ પ્રાચીન યોગવિદ્યા સમગ્ર વિશ્વમાં જન-જનનું કલ્યાણ કરી રહી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેદુનિયામાં ડિપ્રેશન અને તનાવ વ્યાપક બન્યા છે. આજકાલ તનના રોગ તો માત્ર 30 ટકા હોય છે, 70% રોગ તો મનના હોય છે. દવાથી શરીરને સ્વસ્થ કરવું આસાન છે પરંતુ મનને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવું હશે તો તે યોગથી થઈ શકશે. વિશ્વ યોગ દિવસની ઉજવણી આપણે એટલા માટે કરીએ છીએ કેયોગ પ્રત્યે આપણે જાગૃત થઈએસજાગ થઈએ અને યોગને જીવનનો ભાગ બનાવીએ.

પવિત્રતા જ જીવન છે. સત્ય અને શુદ્ધતા જ જીવન જીવવાનો સાચો માર્ગ છે. યોગ મનુષ્યને સાચા માર્ગે લઈ જાય છે એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેમનુષ્ય જેવા કર્મો કરે છે એવું ફળ મળે છે. વિદ્યાર્થીએ પરીક્ષાખંડમાં પોતાના પેપરમાં જેવું લખ્યું હોય એ પ્રમાણે જ ગુરુજી માર્ક્સ મૂકે છે.

સૌએ સિદ્ધાંતમૂલ્યો અને પ્રમાણિકતાથી જીવન જીવવું જોઈએ. યોગ મનને શાંત કરે છે. યોગથી જીવનને સમૃદ્ધ બનાવવા અને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

ગાંધીનગરના જાણીતા યોગગુરૂ શ્રી અશ્વિનભાઈ દવે એ યોગ પ્રોટોકોલ પ્રમાણે સૌને યોગ અને પ્રાણાયામ કરાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.