Western Times News

Gujarati News

જાન્હવી કપુરે કારગિલ ગર્લ ફિલ્મનુ શુટિંગ સમેટી લીધુ

મુંબઇ, ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરે ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ બાયોપિકનું શૂટિંગ પૂરું કરી લીધું છે. જાન્હવી કપુર ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી લીધા બાદ તે ભારે આશાવાદી બનેલી છે. ફિલ્મને સફળતા મળશે કે કેમ તેને લઇને તે તમામના અભિપ્રાય મેળવી રહીછે. જાન્હવી કપુરે આ વાતની જાણકારી તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. ભારતની પ્રથમ મહિલા ઓફિસર પર આધારિત આ ફિલ્મ જાન્હવી કપૂરની ધડક ફિલ્મ બાદ બીજી ફિલ્મ છે. આ ફિલ્મને પણ કરણ જાહરે જ પ્રોડ્‌યૂસ કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૩ માર્ચના થિયેટરમાં આવશે.

જાન્હવી કપૂરે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે, મારો અનુભવ કેવો રહ્યો તેનું કેપ્શન વિચારવા માટે બે દિવસ કાઢ્યા પણ ખાસ કઈ સુજ્યું નહીં. ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને આ ખાસ જર્નીમાં રહીને હું ખુદને ધન્ય ગણું છું. મને નથી લાગતું કે આનાથી વધુ પ્યોર, ઓનેસ્ટ, રોમાંચક અને યાદગાર કઈ હશે. તમે બધા આ જોઈ શકો તેના માટે રાહ જોઈ શકું એમ નથી. ફિલ્મની સ્ટારકાસ્ટમાં પંકજ ત્રિપાઠી, જાન્હવી કપૂરની, વિનીત કુમાર સિંહ અને અંગદ બેદી મહ¥વના રોલમાં છે. ફિલ્મમાં અંગદ બેદી જાહન્વીના ભાઈના રોલમાં છે જ્યારે પંકજ ત્રિપાઠી જાન્હવી કપૂરના પિતાના રોલમાં છે. આ ફિલ્મ ભારતની પહેલી ઇન્ડિયન એર ફોર્સ મહિલા ઓફિસર ગુંજન સક્સેના પર આધારિત છે. તેણે કારગિલ યુદ્ધ દરમ્યાન ઘાયલ સૈનિકોને ટ્રાન્સફર કરવામાં મહ¥વનું યોગદાન આપ્યું હતું. તેની આ અમૂલ્ય કામગીરી બદલ તેને શૌર્ય ચક્રથી પણ નવાજવામાં આવી હતી. જાન્હવી કપુર ફિલ્મને લઇને ખુશ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.