Western Times News

Gujarati News

ગાંધીનગર પાસેના અગોરા મોલની હોટલમાં દરોડો, ૯ જુગારી ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

બે ફોર વ્હીલ, બે બાઈક રોકડ મળીને ૧૪.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર, ગાંધીનગરના સુઘડ ગામની સીમમાં આવેલા બાલાજી અગોરા મોલના પ્રથમ માળે આવેલી હોટલના રૂમમાં ઘણાં સમયથી ધમધમતા જુગારધામ પર અડાલજ પોલીસે દરોડો પાડયો હતો અને ૯ જુગારી શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.૧૪.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.

અડાલજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પીએસઆઈ પી.એ.ડોડીયાને બાતમી મળી હતી કે સુઘડ ગામની સીમમાં આવેલા બાલાજી અગોરા મોલના પ્રથમ માળે ટ્રેબીકા સિલેકટ હોટલના રૂમ નંબર ૧૧રમાં દિનેશ ઉર્ફે દિનશા કાંતીલાલ શાહ (આમ્રપાલી એપાર્ટમેન્ટ, શાહીબાગ)

બહારથી ખેલીઓ બોલાવી મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છે તેની સાથે પોલીસ કાફલો હોટલમાં ત્રાટક્યો હતો. ત્યારે જુગારીઓ પ્લાસ્ટીકના કોઈનથી જુગારની બાજી માંડીને બેઠેલા જોવા મળ્યા હતા. જેથી પોલીસે તમામને ઝડપી લઈ નામઠામ સહિતની પુછપરછ કરી ઝડપી લીધા હતા.

પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતા રૂ.૪પ,પ૦૦ની રોકડ, નવ મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના અલગ અલગ કલરના ૧૮૩ કોઈન દાવ પરથી મળી આવ્યા હતા. તેમજ બે ફોર વ્હીલ ગાડી, બે બાઈક મળીને કુલ રૂ.૧૪.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા અમદાવાદના જુગારીઓના નામ ઃ જુગારધામાંથી પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં દિનેશ ઉર્ફે દિનશા કાંતિલાલ શાહ, (ઉ.૬૭, આમ્રપાલી એપાર્ટમેન્ટ શાહીબા, અમદાવાદ), આશિષ વિનોદચંદ પટેલ (હિરાગાંધીની પોળ, માંડવીની પોળની બાજુમાં, માણેકચોક), દિનેશભાઈ ગાભાભાઈ ચાવડા (સિધ્ધાંચલ એપાર્ટમેન્ટ, વિસત પેટ્રોલપંપ સામે, ચાંદખેડા), રાજેન્દ્રકુમાર શીવાભાઈ પટેલ (પરબડી વાસ, બાલમંદિર બાજુમાં, મોટેરા),

જીગ્નેશ રસીકભાઈ પટેલ (સ્વામિનારાયણ વાસ, ખોરજ ગામ), ઘનશ્યામભાઈ દ્વારકાદાસ પટેલ (રહે. સ્વામિનારાયણ મંદિર પાસે મોટેરા), મહેશજી મંગાજી ઠાકોર (સ્કુલ વાસ અમિયાપુર), અશ્વિનભાઈ સોમાભાઈ પરમાર (મિરઝાપુર ટેલીફોન ઓફીસ પાસે, નવો વાસ) અને ઉમેશભાઈ મુળજીભાઈ પરમાર (અમર ફલેટ, બાપુનગર)નો સમાવેશ થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.