Western Times News

Gujarati News

“ક્રાઈમ સીન મેનેજમેન્ટ અને ફોરેન્સિક જર્નાલિઝમ” પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

ફોરેન્સિક જર્નાલિઝમ એ ન્યાય વિતરણ પ્રણાલીનો મહત્વપૂર્ણ આધારસ્તંભઃડૉ. જે.એમ. વ્યાસ

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે બે દિવસીય “ક્રાઈમ સીન મેનેજમેન્ટ એન્ડ ફોરેન્સિક જર્નાલિઝમ” પરની બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ તા.૨૦મી જૂન, ૨૦૨૪ના રોજ થયો છે. જેમાં દેશભરમાંથી આવેલા પી.જી. ડિપ્લોમા ઈન ફોરેન્સિક જર્નાલિઝમ અને એમ.એ. માસ કોમ્યુનિકેશન એન્ડ ફોરેન્સિક જર્નાલિઝમના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યાં છે.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, માનનીય શ્રી ન્યાયમૂર્તિ કૌશલ જે. ઠાકર, અધ્યક્ષ-ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ; શ્રી અજય ઉમટ, ગ્રુપ એડિટર, અમદાવાદ મિરર અને નવગુજરાત સમય; શ્રી હરિત મહેતા, નિવાસી તંત્રી, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા; પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર અને પ્રો. (ડૉ.) સતીશ કુમાર, ડીન, NFSU મંચ પર ઉપસ્થિત હતા.

આ કાર્યશાળાના અંતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટ (ગ્રૂપ એડિટર, અમદાવાદ મિરર-નવગુજરાત સમય)એ જણાવ્યું હતું કે પત્રકારત્વના વ્યવસાયમાં ફોરેન્સિક સાયન્સનું ઉંડાણપૂર્વકનું જ્ઞાન મહત્ત્વપૂર્ણ છે જે મોટા પાયે જાહેર જનતાને તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આપત્તિ દરમિયાન ફોરેન્સિક જર્નાલિઝમ સમાજની જાગૃતિ માટે સમયની માગ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) એ સૌપ્રથમ યુનિવર્સિટી બની છે, જ્યાં ફોરેન્સિક જર્નાલિઝમનો વિશિષ્ટ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

કોર્સનો હેતુ ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન અને મીડિયા રિર્પોટિંગ માટે એક સંકલિત અભિગમ પ્રદાન કરીને ફોરેન્સિક વિજ્ઞાન અને પત્રકારત્વ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ફોરેન્સિક જર્નાલિઝમ વર્તમાન પરિસ્થિતિમાં ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રો. (ડૉ.) સતીશ કુમાર, ડીન, NFSUએ આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યશાળા દરમિયાન, વિદ્યાર્થીઓએ મોક ક્રાઈમ સીન, થ્રી-ડી મેપિંગ, ક્રાઈમ સીન ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી, મલ્ટીમીડિયા ફોરેન્સિક્સ સાથે ક્રાઈમ સીન મેનેજમેન્ટ અંગે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ કાર્યશાળા દરમિયાન વિવિધ સ્કૂલ્સના ડીન્સ, એસોસિએટ ડીન્સ, અધ્યાપક ગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.