Western Times News

Gujarati News

NEETમાં ગેરરીતિ: UPમાં કોંગ્રેસનો દેખાવો: અજય રાયની અટકાયત

નવીદિલ્હી, કોંગ્રેસ આજે નીટ વિવાદને લઈને તમામ રાજ્યના મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો દિલ્હીથી લખનૌ અને જયપુરથી જમ્મુ સુધી રસ્તા પર ઉતરી આવ્યા હતાં. કાર્યકરોએે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં લખનૌમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ બેરિકેડ ઓળંગીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરો સાથે ઝપાઝપી પણ કરી હતી.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિવેન્દ્ર યાદવના નેતૃત્વમાં રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. પાર્ટીના કાર્યકરો નીટ પરીક્ષા રદ કરવા અને તેને ફરીથી યોજવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ પણ ભાજપ કાર્યાલય તરફ કૂચ કરી હતી પરંતુ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ પહેલા ગઈકાલે પણ ભારતીય યુથ કોંગ્રેસે નીટ પરીક્ષાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બી.વી.એ કહ્યું કે દ્ગઈઈ્‌ પરીક્ષામાં કૌભાંડ માત્ર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી નથી પરંતુ દેશના ભવિષ્ય સાથે પણ વિશ્વાસઘાત છે. તેમણે આરોપ લગાવ્યો કે, “નીટ પેપર લીક થયું ન હતું” એવી માહિતી હોવા છતાં ધર્મેન્દ્ર પ્રધાને દેશને ગેરમાર્ગે દોર્યો હતો.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માત્ર રાજીનામું આપવું જાઈએ નહીં પરંતુ તેમની પૂછપરછ પણ થવી જાઈએ.ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટÙીય સચિવ મોહમ્મદ શાહિદે કહ્યું કે એનટીએ શંકાના દાયરામાં છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઓફ ઈન્ડિયાના કાર્યકરોએ પણ યુજીસી એનઇટીપરીક્ષા રદ કરવાના વિરોધમાં અહીં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)માં ગોટાળા સામે કોંગ્રેસે લખનૌમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાયની પોલીસે અટકાયત કરી લીધી છે. અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની સામે લડી હતી અને તેમને જંગી લીડ મેળવતા રોક્યા અને જીત મેળવતા હંફાવ્યા હતા.

અજય રાયના નેતૃત્વમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટરથી કૂચ કરીને વિધાનસભા ભવનનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અજય અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.અજયરાયે આરોપ લગાવ્યો છે કે પરીક્ષામાં ટેકનિકલ ગરબડ થઈ છે. ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને હરિયાણામાં નીટની પરીક્ષામાં ગરબડ કરનારા કેટલાય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જેનાથી સમગ્ર પરીક્ષા સિસ્ટમ જ આશંકામાં ઘેરાઈ છે. ભાજપ શાસિત રાજ્યોમાં યુવાઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. પરીક્ષામાં પેપરલીકની ઘટનાઓ સતત બનતી રહે છે. અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યા હતા.

બીજી બાજુ જિલ્લાધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાને આગ ચાંપી હતી.કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ટ્‌વટ મારફતે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં છેલ્લાં ૫ વર્ષોમાં ૪૩ ભરતી પરીક્ષાના પેપર લીક થયા.

ભાજપ રાજમાં પેપર લીક આપણા દેશ માટે રાષ્ટ્રિય સમસ્યા બની ગઈ છે જેણે અત્યાર સુધી કરોડો યુવાઓનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે. ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. સૌથી વધુ યુવા વસતી આપણી પાસે છે. ભાજપની સરકાર આપણા આ યુવાઓને કુશળ અને સક્ષમ બનાવવાની જગ્યાએ તેમને નબળાં બનાવી રહી છે. ભાજપનો ભ્રષ્ટાચાર દેશને નબળો કરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.