Western Times News

Gujarati News

અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે IPO માટે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

પ્રતિકાત્મક

ડીઆરએચપી લિંકઃ  https://investmentbank.kotak.com/downloads/afsl-DRHP.pdf

ભારતમાં કામ કરતી શિક્ષણ કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ 31 માર્ચ, 2024 સુધી એસેટ અંડર મેનેજમેન્ટ (“એયુએમ”)ની બાબતે ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસી ક્ષેત્રે બીજી સૌથી મોટી સંસ્થા છે (સ્રોત: ક્રિસિલ રિપોર્ટ). તે નાણાંકીય વર્ષ 2023 દરમિયાન બીજા ક્રમનું સૌથી વધુ વિતરણ પણ ધરાવે છે અને ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસીમાં નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પછીનો બીજો સૌથી વધુ નફો નોંધાવ્યો છે.

કંપની વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોનથી લઈને એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન દ્વારા શિક્ષણ સંસ્થાઓ માટે મૂડીમાં વૃદ્ધિ સુધીની પ્રોડક્ટ્સ સાથે ફુલ સ્ટેક એજ્યુકેશન ઓફર કરે છે (સ્રોત: ક્રિસિલ રિપોર્ટ). આંતરરાષ્ટ્રીય અને શિક્ષણ લોન જેવી સ્ટુડન્ટ લોન, સ્થાનિક વ્યવસાયો દ્વારા, કંપની વિદેશમાં અથવા સ્થાનિક સંસ્થાઓમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને લોન તથા અન્ય મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડે છે. તે ભારતમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને કોલેટરલ-બેક્ડ ફાઇનાન્સિંગ પણ પૂરું પાડે છે.

રૂ. 3,500 કરોડ સુધીની પબ્લિક ઓફરમાં રૂ. 1,000 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને “સેલિંગ શેરહોલ્ડર” દ્વારા ઇક્વિટી શેરદીઠ રૂ. 5ની ફેસ વેલ્યુના રૂ. 2,500 કરોડ સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે (“વેચાણ માટેની ઓફર”).

ઓફર ફોર સેલમાં ઓલિવ વાઈન ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા રૂ. 1,758 કરોડ સુધીના ઈક્વિટી શેર, ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન દ્વારા રૂ. 342 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ અને કેદાર કેપિટલ ગ્રોથ ફંડ 3 એલએલપી દ્વારા રૂ. 400 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (“કેદાર કેપિટલ”, આઈએફસી સાથે મળીને “ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”) (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડરની સાથે મળીને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડરને સંયુક્તપણે “સેલિંગ શેરહોલ્ડર્સ” તરીકે ઓળખવામાં આવે છે) (“ઓફર ફોર સેલ”, અને ફ્રેશ ઇશ્યૂ સાથે, “ઓફર”).

કંપનીના પ્રમોટર ઓલિવ વાઇન ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ છે. અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ ઇશ્યૂમાંથી મળનારા કુલ નાણાંનો બિઝનેસ તથા એસેટ્સના વિકાસથી ઊભી થનારી કંપનીની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂડી આધાર વધારવા માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.

ઇક્વિટી શેર કે જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે તે બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ” સાથે બીએસઈ, “સ્ટોક એક્સચેન્જીસ”) જેવા સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ, જે પી  મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઈસ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) અને એસબીઆઈ લિમિટેડ બુક માર્કેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.