Western Times News

Gujarati News

હિન્દુજા પરિવારના ૪ સભ્યોને જેલની સજા

નવી દિલ્હી, સ્વિસ કોર્ટે બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવારોમાંના એક એવા હિન્દુજા પરિવારના ચાર સભ્યોને ભારતમાંથી લાવવામાં આવેલા ઘરેલુ સહાયકોનું શોષણ કરવા બદલ દોષી ઠેરવ્યા છે અને તેમને ચારથી સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.

જોકે, કોર્ટે માનવ તસ્કરીના આરોપોને ફગાવી દીધા છે. આ મામલો લેક જીનીવામાં હિન્દુજા પરિવારના બંગલાનો છે. સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ સ્વિસ કોર્ટે પ્રકાશ હિન્દુજા અને તેમની પત્ની કમલ હિન્દુજાને ૪.૫ વર્ષની જેલની સજા સંભળાવી છે.

તેમના પુત્ર અજય હિન્દુજા અને તેમની પત્ની નમ્રતા હિન્દુઆને ચાર-ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે.આ આદેશ સામે ચારેય આરોપીઓ ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે હિન્દુજા પરિવારના સભ્યો તેમના ઘરેલુ સહાયકોનું શોષણ કરવા અને તેમને નજીવા સ્વાસ્થ્ય લાભો આપવા માટે દોષિત છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે હિંદુજા પરિવાર તેના કર્મચારીઓને તેમના કામ માટે જે પગાર ચૂકવતો હતો તે સ્વિત્ઝર્લેન્ડમાં આવી નોકરીઓ માટેના પગારના દસમા ભાગ કરતાં પણ ઓછો હતો. જો કે, કોર્ટે માનવ તસ્કરીના આરોપોને ફગાવી દેતા કહ્યું કે કામદારો જાણતા હતા કે તેઓ ક્યાં જઈ રહ્યા છે અને તેઓ ત્યાં શું કરવાના છે.

ફરિયાદ પક્ષે બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવાર પર તેમના ઘરેલુ સહાયકોના પાસપોર્ટ જપ્ત કરવાનો આરોપ મૂક્યો હતો. એવો પણ આરોપ હતો કે તેણે કર્મચારીના પગાર કરતાં તેના કૂતરા પાછળ વધુ ખર્ચ કર્યાે હતો. વધુમાં, કર્મચારીઓને સ્વિસ ફ્રેંકને બદલે રૂપિયામાં ચૂકવવામાં આવતા હતા.

હિન્દુજા પરિવારે કથિત રૂપે તેમના ઘરના મદદગારોને બંગલો છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમને લાંબા સમય સુધી કામ કરવા દબાણ કર્યું હતું. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે હિંદુઆ પરિવારના સભ્યો દ્વારા ઘણી વખત કર્મચારીઓને ઓછી કે રજા વગર દિવસમાં ૧૮ કલાક સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

હિંદુજા પરિવાર પર આરોપ છે કે તેઓ તેમના ઘરેલુ સહાયકોને ૧૮ કલાકના કામ માટે ભારતીય રૂપિયામાં માત્ર ૬.૧૯ ફ્રેંકની બરાબર ચૂકવણી કરે છે. તે જ સમયે, પરિવારે તેમના પાલતુ કૂતરા પર વાર્ષિક ૮૫૫૪ ફ્રેંક ખર્ચ્યા. પ્રકાશ હિન્દુજા અને કમલ હિન્દુજા તેમની ઉંમર અને નાદુરસ્ત તબિયતને કારણે કોર્ટમાં રૂબરૂ હાજર થયા ન હતા, જ્યારે કોર્ટે અજય હિન્દુજા અને નમ્રતા હિન્દુજાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતમાં મૂળિયા ધરાવતો હિન્દુજા પરિવાર ૧૯૮૦ના દાયકાના અંત ભાગમાં સ્વિટ્‌ઝર્લેન્ડમાં સ્થાયી થયો હતો. હિન્દુજા ગ્‰પ આઇટી, મીડિયા, વીજળી, રિયલ એસ્ટેટ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવે છે. ફોર્બ્સ અનુસાર, હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ ૨૦ અબજ ડોલર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.