Western Times News

Gujarati News

મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારીમાં

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ.૨૦નો ઘટાડો થશે

નવી દિલ્હી, આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૦ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે.

એટલે કે, દિલ્હીના હિસાબે તેની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે. ગઈકાલે એટલે કે ૨૨મી જૂને નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી. જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવવા માટે તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યોએ સાથે મળીને તેના દર નક્કી કરવા પડશે.

હાલમાં, જ્યારે તમે દિલ્હીમાં ૯૪.૭૨ રૂપિયાનું એક લિટર પેટ્રોલ ભરો છો, ત્યારે તેમાંથી ૩૫.૨૯ રૂપિયા ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખિસ્સામાં જાય છે. એટલે કે તમને માત્ર ૫૯.૪૩ રૂપિયાનું પેટ્રોલ મળ્યું. આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે, સાથે જ સરકારની તિજોરી છલોછલ ભરાય છે.
હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર તે મુજબ ટેક્સ લાદે છે.

કેન્દ્ર તેની ડ્‌યૂટી અને સેસ પણ અલગથી વસૂલ કરે છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત હાલમાં ૫૫.૪૬ રૂપિયા છે. કેન્દ્ર સરકાર તેના પર ૧૯.૯૦ રૂપિયા એક્સાઈઝ ડ્‌યૂટી વસૂલ કરી રહી છે. આ પછી રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ વસૂલ કરે છે.

આ કારણે, તેમની કિંમત મૂળ કિંમત કરતાં લગભગ ૨ ગણી વધી જાય છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવે છે, તો તેમની કિંમતોમાં ૨૦ રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઈ જશે.

ઉદાહરણ તરીકે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલ ૧૦૬.૪૭ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૧.૮૪ રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવ્યા બાદ હવે આ સ્થિતિ રહેશે નહીં. કિંમતો લગભગ દરેક જગ્યાએ સમાન હશે. જો કે, આનાથી સરકારની ટેક્સ કમાણી ઘટી શકે છે. હાલમાં જીએસટીમાં સૌથી વધુ ટેક્સ રેટ ૨૮% છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ૨૮% જીએસટી લાદે તો પણ તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે.

ભારતમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ મહારાષ્ટ્રના પરભણીમાં છે. અહીં પેટ્રોલ ૧૦૭.૩૩ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૩.૭૪ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૬.૨૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૯૧.૬૦ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. પોર્ટબ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે.

અહીં પેટ્રોલની કિંમત ૮૨.૪૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૭૮.૦૧ રૂપિયા પ્રતિ લિટર છે. ભારત તેની જરૂરિયાતના ૮૫% કરતાં વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. એટલે કે, બીજા દેશમાંથી ખરીદે છે. વિદેશથી આવતું ક્રૂડ ઓઈલ રિફાઈનરીમાં જાય છે, જ્યાંથી પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ કાઢવામાં આવે છે. આ પછી તે ઓઈલ કંપનીઓ પાસે જાય છે.

જેમ કે- ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. અહીંથી, તેઓ તેમનો નફો અને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ ઉમેરીને પેટ્રોલ પંપ પર પહોંચાડે છે. પેટ્રોલ પંપ પર પહોંચ્યા પછી, પેટ્રોલ પંપનો માલિક તેનું કમિશન ઉમેરીને તે કિંમતમાં તમને પેટ્રોલ અને ડીઝલ આપે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.