Western Times News

Gujarati News

‘કિલ’ નોર્થ અમેરિકાના ૧૦૦૦ સ્ક્રીનમાં રિલીઝ થનારી પહેલી ભારતીય ફિલ્મ

મુંબઈ, ડિરેક્ટર નિખિલ નાગેશ ભટની ‘કિલ’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ઘણું રસપ્રદ લાગ્યું છે. સમગ્ર વિશ્વમાં તેનાં વખાણ થઈ રહ્યાં છે. આ ફિલ્મથી લક્ષ્ય ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, તેમજ રાઘવ જુયાલ અને તાન્યા મનિકતાલા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં ચાલતી ટ્રેનમાં એક્શન સિક્વન્સની ભરમાર દર્શાવાઈ છે. દર્શકોએ એવું પણ અનુભવ્યું છે કે આ ફિલ્મમાં જે માત્રામાં હિંસા બતાવાઈ છે, તે ઘણી વધારે છે. ખરેખર તો ‘કિલ’ને ભારતમાં બનેલી સૌથી હિંસક ફિલ્મ ગણાવાઈ રહી છે. તેથી દર્શકોએ આ ફિલ્મ વારંવાર ઉડતી લોહીની છોળોની અપેક્ષા સાથે જ જોવાની રહેશે. ટ્રેલરને મળેલાં પ્રતિસાદ ઉપરાંત ‘કિલ’એ એક સિદ્ધિ પણ હાંસલ કરી છે.

નોર્થ અમેરિકામાં ૧૦૦૦ સ્ક્રિન્સ આ ફિલ્મ માટે અત્યારથી જ બૂક થઈ ગયા હોય એવી આ પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. વિવિધ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યા પછી આ ફિલ્મમાં પશ્ચિમી દેશોને રસ પડ્યો છે. ‘કિલ’ એ એક કમાન્ડો(લક્ષ્ય)ની સ્ટોરી છે, જેની ગર્લફ્રેન્ડ(મનિકતાલા)ના લગ્ન અન્ય વ્યક્તિ સાથેનક્કી થયા છે.

પૅરેન્ટ્‌સ તેને બીજા કોઈ સાથે પરણાવે તે પહેલાં એક વખત મળવા માટે લક્ષ્ય ટ્રેનમાં ચડે છે. પરંતુ કેટલાંક ગુંડાઓ આ ટ્રેનને બાનમાં લઇ લે છે અને કમાન્ડો લડવા માટે મજબૂર થઈ જાય છે. ફિલ્મના ડિરેક્ટર નિખિલ નાગેશ ભટ ‘હુડદંગ’ ફિલ્મ માટે જાણીતા છે. આ ફિલ્મ ભારતમાં ૫ જુલાઈએ રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.