Western Times News

Gujarati News

NEET: CBIની મોટી કાર્યવાહી, ગોધરાથી પાંચની અટકાયત

નીટ યુજી ગેરરીતિ મામલે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી

(એજન્સી)ગોધરા, નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં ૨૫ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિહારથી ૧૩, ઝારખંડથી ૫, ગોધરાથી ૫ અને લાતુરથી ૨ આરોપી ઝડપાયા છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ પર સીબીઆઈએ કબજો લઈ લીધો છે. Godhra (Gujarat) NEET irregularities matter: CBI team reaches Godhra after as a part of the investigation.

આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં આઠમી મે રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી CBIની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ની કલમ-૬ અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓની એક ટીમ આ દિશામાં તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી. ત્યારે બીજી ટીમ ગોધરા પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નીટ યુજી-૨૦૨૪ની ગત તારીખ ૫ મે, ૨૦૨૪ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.

આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ ૮ મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી હ્લૈંઇની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ની કલમ-૬ અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ”એનટીએએ ૫ મે ૨૦૨૪ ના રોજ OMRમાં નીટ પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં ગેરરિતીના આક્ષેપ બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની ઉંડી તપાસ માટે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો છે.

નીટ યુજી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ ૮ મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ની કલમ-૬ અન્વયે સીબીઆઈને સોંપવામાં આવી છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. જેના પગલે સીબીઆઈ આ કેસમાં દેશવ્યાપી તપાસ કરી રહી છે. ગઈકાલે પ્રથમ એફઆઈઆર નોંધાયા બાદ આજથી આ કેસમાં અટકાયતનો દોર શરૂ કરી દીધો છે. જેના પગલે ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી સમયમાં કેટલાંક મોટા માથાઓના નામ બહાર આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.